Get The App

અમેરિકી બોંબ હુમલામાં નાશ પામેલી સ્કૂલની જગ્યાએ ઇરાન સ્મારક બનાવશે.

હુમલામાં ૭ થી ૧૨ વર્ષની ઉંમરની ૧૬૮ બાળકીઓના મોત થયા હતા

સ્કૂલ બીજા સ્થળે બનાવાશે આ હુમલાને કાયમી યાદ રાખવામાં આવશે

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકી બોંબ હુમલામાં નાશ પામેલી સ્કૂલની જગ્યાએ ઇરાન સ્મારક બનાવશે. 1 - image

ન્યૂયોર્ક,૧૬ માર્ચ,૨૦૨૬,સોમવાર 

ઇરાન યુધ્ધમાં  પ્રથમ દિવસે અમેરિકી હુમલામાં ઇરાનના મિનાબ શહેરની ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં ૨૦૦ લોકોના મુત્યુ થયા હતા જેમાં ૧૬૮ સ્કૂલની બાળકીઓ હતી જેની ઉંમર ૭ થી ૧૨ વર્ષની હતી. આ ઉપરાંત મૃતકોમાં ૨૬ શિક્ષક અને  ચાર અન્યનો સમાવેશ થતો હતો. ઇઝરાયેલ અને અમેરિકાએ આમ તો ઇરાન પર ૫ હજારથી વધુ હુમલા કર્યા છે પરંતુ ગર્લ્સ સ્કૂલ પરના હુમલાથી હાહાકાર મચી ગયો હતો. ઇરાનના ઇસ્લામી રિવોલ્યુશનરી ગાર્ડ કોપે ગુસ્સામાં બદલો લેવાની ધમકી આપી હતી. 

હવે ઇરાની સરકારે હવે જાહેરાત કરી છે કે આ સ્કૂલ અમેરિકીઓના ગુનો કરવાની ઇચ્છાનો જીવંત દસ્તાવેજ છે. ઇરાની લોકોને ઐતિહાસિક રીતે યાદ રહે તેના માટે સ્કૂલને સ્મારક તૈયાર કરવામાં આવશે. જો કે મ્યુઝિયમ સાથે જોડાયેલી માહિતી અને યોજના અંગે ઇરાન દ્વારા જણાવવામાં આવ્યું નથી પરંતુ પીડિતોની સ્મૃતિમાં આ સ્કૂલને બીજે ખસેડવામાં આવશે.મિનાબ શહેરની ગર્લ્સ સ્કૂલ પરના હુમલા માટે ઇરાને અમેરિકાને જવાબદાર માને છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અને સીએનનમાં સમાચાર પ્રસારિત થયા હતા કે અમેરિકા માને છે કે હુમલો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના બેઝને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.  જુના લોકેશન ડેટાના આધારે આ ભૂલ થઇ હતી.