World

VIDEO : ઈરાનને છંછેડવું ઈઝરાયલને ભારે પડ્યું! ન્યૂક્લિયર સાઈટ પર બોમ્બમારાનો લીધો ભયાનક બદલો

By GS TEAM
21 Mar 20263 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ભયંકર તબાહી જોવા મળી રહી છે. ઈરાને આજે નેતન્યાહૂ અને ટ્રમ્પ કલ્પના પણ ન કરી શકે તેવો વળતો જવાબ આપ્યો છે. વાસ્તવમાં ઈઝરાયલે આજે ઈરાનના પાવર પ્લાન્ટ પર બોમ્બમારો કરીને ભારે તબાહી મચાવી હતી, તો ઈરાને પણ ઈઝરાયલના પરમાણુ કેન્દ્રને ટાર્ગેટ કરીને વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઈઝરાયેલની સૌથી સુરક્ષીત ગણાતી આયરન ડોમ પણ ઈરાનની મિસાઈલને રોકી શકી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઈરાનને છંછેડવું ઈઝરાયલને ભારે પડ્યું! ન્યૂક્લિયર સાઈટ પર બોમ્બમારાનો લીધો ભયાનક બદલો

Israel's Secret Dimona Nuclear Plant Attack : ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ભયંકર તબાહી જોવા મળી રહી છે. ઈરાને આજે નેતન્યાહૂ અને ટ્રમ્પ કલ્પના પણ ન કરી શકે તેવો વળતો જવાબ આપ્યો છે. વાસ્તવમાં ઈઝરાયલે આજે ઈરાનના પાવર પ્લાન્ટ પર બોમ્બમારો કરીને ભારે તબાહી મચાવી હતી, તો ઈરાને પણ ઈઝરાયલના પરમાણુ કેન્દ્રને ટાર્ગેટ કરીને વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઈઝરાયેલની સૌથી સુરક્ષીત ગણાતી આયરન ડોમ પણ ઈરાનની મિસાઈલને રોકી શકી નથી.

ઈરાની મિસાઈલ ભયાનક એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી પરમાણુ કેન્દ્ર પર પડી

મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાનની એક ઘાતક મિસાઈલે ઈઝરાયલની અભેદ્ય ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને પણ ચકમો આપ્યો છે અને તેના સૌથી ગુપ્ત અને સંવેદનશીલ ‘ડિમોના’ પરમાણુ કેન્દ્ર પર સીધો હુમલો કર્યો છે. આ ધડાકાએ માત્ર તેલ અવીવને જ નહીં, વોશિંગ્ટનમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. થોડા કલાકો પહેલા ઈઝરાયલ-અમેરિકાએ મળીને ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્ર પર બોમ્બમારો કર્યો હતો, ત્યારબાદ ઈરાને ખતરનાક મિસાઈલથી જવાબ આપી દીધો છે, જેને અટકાવવામાં આયરન ડોમ પણ ફેલ થઈ ગયું છે.

ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો થયો હતો

ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલે યુદ્ધના આજે 22માં દિવસે ઈરાન પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં ઉથલપાથલ મચી ગઈ છે અને તાત્કાલીક ઈરાની અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂરના વિસ્તાર સુધી સંભળાયો છે. ઘટનાસ્થળે દોડી આવેલા ઈરાની અધિકારીઓએ તાત્કાલીક તપાસ શરૂ કરી દીધી છે, જેમાં કોઈપણ પ્રકારનું રેડિએશન ફેલાયું ન હોવાની પુષ્ટિ થતાં મોટી રાહત થઈ છે. એટલે કે પરમાણુ કચરો ફેલાવાનો જે ડર હતો તે ટળી ગયો છે.

આ પણ વાંચો : VIDEO : ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ

પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાના ઈરાદાથી કરાયો હુમલો

ઈરાને દાવો કર્યો છે કે, વિસ્ફોટ છતાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેનારા લોકો સંપૂર્ણ સુરક્ષિત છે. આ હુમલો અમેરિકા-ઈઝરાયલ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ કરાયો હોવાનો ઈરાની સરકારે દાવો કર્યો છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાના અને નષ્ટ કરવાના ઇરાદાથી આ બોંબમારો કરાયો છે. 

નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર વારંવાર હુમલો

દુશ્મન દેશો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટને વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં પ્લાન્ટ પર અનેક વાર હુમલા કરવામાં આવ્યા છે. દર વખતે તેના માળખા અને મશીનોનો નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. જોકે રાહતની વાત એ છે કે, હુમલાઓ છતાં પર્યાવરણને કોઈ મોટું નુકસાન થયું નથી. જૂન-2025માં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન નતાંજ પ્લાન્ટ જ મુખ્ય ટાર્ગેટ પર હતું. આ યુદ્ધમાં અમેરિકા સીધું જ કૂદી પડ્યું હતું. હવે ફરી તે જ સ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ‘અમેરિકા-ઈઝરાયલે પરમાણુ સ્થળે હુમલો કરીને શાંતિ-સુરક્ષા જોખમમાં મુકી’ ઈરાનના સમર્થનમાં બોલ્યું રશિયા