World

ઇતિહાસની સમજ હોત તો...: તાજમહેલના બહાને ઈરાને અમેરિકાની ઉડાવી મજાક

By GS Team
26 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલમાં ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યા છે. પોતાની આ સત્તાવાર યાત્રા દરમિયાન સોમવારે (25 મે) તેઓ પત્ની જેનેટ રુબિયો સાથે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની સુંદરતા નિહાળવા આગ્રા પહોંચ્યા હતા. કડક સુરક્ષા વચ્ચે તાજમહેલનો દીદાર કર્યા બાદ તેમણે આ ઐતિહાસિક સ્મારકને દુનિયાભરમાં 'પ્રેમની સૌથી સુંદર નિશાની' ગણાવ્યું હતું. જોકે, તેમની આ મુલાકાત બાદ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. હૈદરાબાદ સ્થિત ઈરાનના વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપીને અમેરિકા પર નિશાન સાધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇતિહાસની સમજ હોત તો...: તાજમહેલના બહાને ઈરાને અમેરિકાની ઉડાવી મજાક

Iran Slams US Foreign Minister: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલમાં ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યા છે. પોતાની આ સત્તાવાર યાત્રા દરમિયાન સોમવારે (25 મે) તેઓ પત્ની જેનેટ રુબિયો સાથે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની સુંદરતા નિહાળવા આગ્રા પહોંચ્યા હતા. કડક સુરક્ષા વચ્ચે તાજમહેલનો દીદાર કર્યા બાદ તેમણે આ ઐતિહાસિક સ્મારકને દુનિયાભરમાં 'પ્રેમની સૌથી સુંદર નિશાની' ગણાવ્યું હતું. જોકે, તેમની આ મુલાકાત બાદ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. હૈદરાબાદ સ્થિત ઈરાનના વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપીને અમેરિકા પર નિશાન સાધ્યું છે.

'તાજમહેલ ઈરાની સ્થાપત્યની મિસાલ છે': ઈરાની દૂતાવાસનો પ્રહાર

ઈરાની વાણિજ્ય દૂતાવાસે 'X' પર માર્કો રુબિયો અને તેમની પત્નીની તાજમહેલ સામેની તસવીર શેર કરીને કટાક્ષ કર્યો છે. દૂતાવાસે લખ્યું કે, 'જો માર્કો રુબિયોને ઇતિહાસ કે સ્થાપત્ય કલા (વાસ્તુશિલ્પ) વિશે થોડી પણ જાણકારી હોત, તો તેઓ અહીં ફોટો પડાવવા ઊભા ન રહ્યા હોત. આ ઐતિહાસિક સ્મારક એક બાદશાહ દ્વારા તેમની ઈરાની પત્ની (મુમતાઝ મહલ)ના પ્રેમમાં બનાવવામાં આવ્યું હતું, જે ઈરાની વાસ્તુકારોની અદભુત પ્રતિભાની મિસાલ છે.'

અમેરિકા પર 'ઈરાની સભ્યતા મિટાવવાની ધમકી' આપવાનો આરોપ

ઈરાની દૂતાવાસે અમેરિકા પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે તાજમહેલ ઈરાની કલા અને સંસ્કૃતિની અદભુત ઓળખ છે, તેની મુલાકાત લેવા માટે અમેરિકન વિદેશ મંત્રી ઉત્સાહભેર પહોંચી ગયા છે. પરંતુ બીજી તરફ, તેમની જ સરકાર (અમેરિકા) આજે ઈરાનની આખી સભ્યતાને જ દુનિયાના નકશા પરથી મિટાવી દેવાની ધમકીઓ આપી રહી છે અને અન્ય સંસ્કૃતિઓનું અપમાન કરી રહી છે. ઈરાને આ બાબતને અમેરિકાનો બેવડો ચહેરો ગણાવ્યો છે.

આ પણ વાંચો: તાત્કાલિક કિવ શહેર ખાલી કરો! વિદેશી નાગરિકોને રશિયાનું અલ્ટિમેટમ, ભયાનક હુમલાની ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ યથાવત

વાસ્તવમાં, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર સંયુક્ત હુમલા કરવામાં આવ્યા હતા, જે બાદ ઈરાને પણ જવાબી હુમલા કર્યા હતા. જોકે, હાલમાં બંને દેશો વચ્ચે સીઝફાયરની સમજૂતી થઈ ગઈ છે, તેમ છતાં બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થયો નથી. હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક નિવેદન આપતા કહ્યું હતું કે, 'જો કોઈ સમજૂતી નહીં થાય, તો આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી જશે.' ઈરાની દૂતાવાસે ડોનાલ્ડ ટ્રમ્પના આ જ નિવેદન તરફ ઇશારો કરીને અમેરિકન વિદેશ મંત્રીની તાજમહેલ મુલાકાત પર આકરા પ્રહારો કર્યા છે.