World

ઈરાનનો અમેરિકા પર મોટો કટાક્ષ : અમેરિકન વિદેશમંત્રીના દિલ્લી પ્રવાસ પર કહ્યુ ભારતીયો પાસેથી શીખો 'સભ્યતા'

By GS Team
23 May 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં માર્કો રૂબિયોના આગમન સાથે જ ઈરાને અમેરિકાને કટાક્ષ કર્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિઓ (Marco Rubio) ભારતના ચાર દિવસીય સત્તાવાર પ્રવાસે શનિવારે નવી દિલ્હીમાં પહોંચતા જ ઈરાને અમેરિકા પર તીખો પ્રહાર કર્યો છે. ઈરાનના મુંબઈ સ્થિત વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રૂબિયોને “ભારતીયો પાસેથી સભ્યતા અને તમીજ શીખવાની” સલાહ આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનનો અમેરિકા પર મોટો કટાક્ષ : અમેરિકન વિદેશમંત્રીના દિલ્લી પ્રવાસ પર કહ્યુ ભારતીયો પાસેથી શીખો 'સભ્યતા'

American foreign Minister Delhi Visit : દિલ્હીમાં માર્કો રૂબિયોના આગમન સાથે જ ઈરાને અમેરિકાને કટાક્ષ કર્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિઓ (Marco Rubio) ભારતના ચાર દિવસીય સત્તાવાર પ્રવાસે શનિવારે નવી દિલ્હીમાં પહોંચતા જ ઈરાને અમેરિકા પર તીખો પ્રહાર કર્યો છે. ઈરાનના મુંબઈ સ્થિત વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રૂબિયોને “ભારતીયો પાસેથી સભ્યતા અને તમીજ શીખવાની” સલાહ આપી હતી.

X પર ઈરાનની કટાક્ષભરી પોસ્ટ

ઈરાનના કોન્સ્યુલેટે પોસ્ટમાં લખ્યું કે, “થોડું શીખી લો યાર… સભ્યતાનો ક્રેશ કોર્સ ફ્રીમાં મળી જશે!” અહીં ‘સભ્યતા’ શબ્દનો ઉપયોગ શિસ્ત, સંસ્કૃતિ અને સંસ્કારના અર્થમાં કરવામાં આવ્યો હતો. જોકે, આ ટિપ્પણી સીધી રીતે કોને નિશાન બનાવીને કરવામાં આવી હતી તે સ્પષ્ટ નથી.

ટ્રમ્પના નિવેદન સાથે જોડાઈ રહી છે ચર્ચા

રાજકીય વિશ્લેષકો માને છે કે ઈરાનની આ ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)  દ્વારા એપ્રિલ મહિનામાં કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન તરફ ઈશારો કરે છે. ટ્રમ્પે ત્યારે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો ઈરાન શાંતિ કરાર માટે તૈયાર નહીં થાય અને હોર્મુઝ જળમાર્ગને અવરોધિત કરવાનું બંધ નહીં કરે તો “એક સંપૂર્ણ સભ્યતાનો અંત આવી શકે છે.”ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,“આજની રાતે એક એવી સભ્યતાનો અંત આવી શકે છે, જેને ફરી જીવંત કરી શકાય નહીં.” આ નિવેદન બાદ વૈશ્વિક સ્તરે ભારે ટીકા થઈ હતી, અને અનેક વર્તુળોએ તેને “ઉશ્કેરણીજનક” અને “અતિશય કઠોર” ગણાવ્યું હતું.

PM મોદી સાથે માર્કો રૂબિયોની મહત્વપૂર્ણ બેઠક

ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી માર્કો રૂબિયો વચ્ચે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા, વેપાર, રક્ષા, સુરક્ષા અને આધુનિક ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમજ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અમેરિકાએ ભારતને પોતાનો “મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર” ગણાવ્યો છે. અમેરિકી પક્ષે આ બેઠકને ફ્યુચર પ્રોડક્ટીવ ગણાવી છે , અને કહ્યું હતું કે બંને દેશો મુક્તપણે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સાથે મળીને કામ પણ કરી રહ્યા છે.