- ટ્રમ્પ હવે અટકશે નહીં
- ઇઝરાયલમાં આપાતકાલિન સ્થિતિ જાહેર : લોકોને બંકરોમાં જવા કહ્યું : બહેરિનમાં અનેક શહેરોમાં હાઇ એલર્ટ ત્યાં યુ.એસ.નું સૈન્ય મથક છે
નવી દિલ્હી : ઇરાન- ઇઝરાયલ વચ્ચે સામસામા પ્રચંડ મિસાઇલ પ્રહારો શરૂ થઈ ગયા છે. ઇઝરાયલે તેના લોકોને બંકરોમાં ચાલ્યા જવા જણાવ્યું છે. સાથે આપાતકાલીન સ્થિતિ જાહેર કરી છે. તો બીજી તરફ જ્યાં અમેરિકાના સેના મથકો છે તેવા બહેરિને પણ તેના અનેક શહેરો પર હાઇએલર્ટ જાહેર કરી દીધો છે. નિરીક્ષકોનું સ્પષ્ટ કહેવું છે કે હવે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અટકશે નહીં, મહાયુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
શાંતિ-મંત્રણાની વાત પડતી મૂકી ઈરાને ઈઝરાયલ ઉપર પ્રચંડ મિસાઇલ્સ પ્રહારો શરૂ કરી દીધા છે. તેનો ઇઝરાયલ પણ ખરેખરો વળતો જવાબ આપી રહ્યું છે. ઇરાનનું પાટનગર તહેરાન મિસાઇલ ધમાકાથી ધ્રૂજી રહ્યું છે. પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા છે કે તેઓ કોઈપણ ભોગે ખતરનાક એવા ઇરાનને પરમાણુ બોમ્બ બનાવવા જ નહીં દે. યુ.એન. ચિંતમાં ડૂબી ગયું છે, દુનિયા તમાશો જોઈ રહી છે.
તે સર્વવિદિત છે કે અમેરિકા ઇઝરાયલની સાથે જ છે. ઇઝરાયલે તેના સાથમાં તો મિસાઇલ વર્ષા શરૂ કરી છે (૨) ઇઝરાયલના હુમલા આગામી કેટલાય દિવસો સુધી ચાલુ જ રહેશે તે સ્પષ્ટ છે. (૩) ઇરાનના પ્રચંડ મિસાઇલ હુમલાઓ સામે યહુદી દેશે આપાતકાલિન સ્થિતિ જાહેર કરી દીધી છે. (૪) ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનેઈને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા (૫) ઇઝરાયલે ઇરાનના લશ્કરી મથકો અને સરકારી સ્થળોને નિશાન બનાવી હુમલા શરૂ કરી દીધા છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાન્હૂએ સ્પષ્ટત: જણાવ્યું છે કે, આ હુમલા સૌથી પહેલા 'ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાન (આઇ.આર.આર.) તરફથી શરૂ કરાયા, તેના વળતા જવાબમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઑપરેશન ઇસ્લામિક રીપબ્લિક દ્વારા ઉભા કરાયેલા (અમારા) અસ્તિત્વના ખતરાને દૂર કરવા તથા ઇરાનીઓને તેમનું ભાગ્ય બદલવા માટે શરૂ કરાયા છે.
નેત્યાન્હૂએ આગળ કહ્યું : 'મારા ભાઈઓ અને બહેનો ઇઝરાયલના નાગરિકો કેટલાક સમય પૂર્વે ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનમાં આતંકી શાસનથી ઉભા થયેલા (આપણા) અસ્તિત્વ અંગેના ખતરાને દૂર કરવા કેટલાક સમય પહેલા એક ઓપરેશન શરૂ કર્યું. હું તમારા મારા મહાન મિત્ર પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને તેઓના ઐતિહાસિક નેતૃત્વ માટે ધન્યવાદ આપું છું.
નેત્યાન્હૂએ આગળ કહ્યું છેલ્લા ૪૭ વર્ષોથી આયાતુલ્લાહ શાસન 'ઇઝરાયલનું મોત' અને 'અમેરિકાનું મોત'ના નારા લગાવે રાખ્યા છે. તેણે આપણું લોહી વહાવ્યું છે અમેરિકનોની હત્યા કરી છે પોતાના જ લોકોની કત્લ-એ-આમ કરી રહ્યું છે.
ઇઝરાયલે તેની આ કાર્યવાહીને 'બાય-સ-શેર' (સિંહ ગર્જના) રાખ્યું છે. આ પૂર્વેની કામગીરીને 'રાઇઝિંગ લાયન' નામ આપ્યું હતું. દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પે ઇરાનીઓને તેમની સરકાર બદલવા અપીલ કરી છે.


