World

ઈરાનમાં શાળા પર થયેલા હુમલામાં 160 બાળકીઓના મોત, દફનાવવા માટે JCBથી કબરો ખોદવી પડી

By GS TEAM
3 Mar 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભયાનક દોરમાંથી પ્રવેશી ચૂક્યું છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા-ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં દક્ષિણ ઈરાનના હોર્મોઝગાન પ્રાંતની એક ગર્લ્સ સ્કૂલ પણ નિશાન બની હતી, જેમાં 160 વિદ્યાર્થિનીના મોત થયા છે. આ હુમલા બાદ સ્થાનિક તંત્રે હેવી મશીનોથી એકસાથે 160 કબર ખોદી હતી. ઈરાની મીડિયાએ સેટેલાઈટ તસવીરો રજૂ કરીને આ દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનમાં શાળા પર થયેલા હુમલામાં 160 બાળકીઓના મોત, દફનાવવા માટે JCBથી કબરો ખોદવી પડી

160 girls dead in Iranian school: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભયાનક દોરમાંથી પ્રવેશી ચૂક્યું છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા-ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં દક્ષિણ ઈરાનના હોર્મોઝગાન પ્રાંતની એક ગર્લ્સ સ્કૂલ પણ નિશાન બની હતી, જેમાં 160 વિદ્યાર્થિનીના મોત થયા છે. આ હુમલા બાદ સ્થાનિક તંત્રે હેવી મશીનોથી એકસાથે 160 કબર ખોદી હતી.  ઈરાની મીડિયાએ સેટેલાઈટ તસવીરો રજૂ કરીને આ દાવો કર્યો છે.  

તસવીર હચમચાવી મૂકે તેવી!

તસવીરમાં જોઈ શકાય છે કે આટલી મોટી સંખ્યામાં માસૂમ બાળકીઓને દફનાવવા માટે જેસીબી (JCB) મશીનનો ઉપયોગ કરીને કબરો ખોદવી પડી હતી. ઈરાને શેર કરેલી આ તસવીરોમાં આકાશમાંથી લેવાયેલા દ્રશ્યોમાં લાઈનબદ્ધ ખોદાયેલી કબરો જોઈને કોઈ પણનું હૃદય દ્રવી ઉઠે. શરૂઆતમાં આ હુમલામાં 30 જેટલી બાળકીઓના મોત થયા હોવાનું મનાતું હતું, પરંતુ કાટમાળ હટાવતા મૃત્યુઆંક વધીને 160થી વધુ પહોંચી ગયો છે.

'ઇતિહાસ યાદ રાખશે કે તમે કોનો સાથ આપ્યો'

ઓસ્ટ્રિયામાં ઈરાની દૂતાવાસે લખ્યું કે, 'તે નાની બાળકીઓ, જેમને સૂતા પહેલા બસ એક વધુ વાર્તા સાંભળવી જોઈતી હતી, તેઓ હવે કબરની ઠંડી, ગૂંગળામણભરી શાંતિમાં સૂઈ રહી છે. તેમની હસવું જે ગલીઓમાં ગુંજવી જોઈતી હતી તે ચાલી ગઈ, શરમ! તે લોકો પર ખૂબ જ શરમ જેઓ આ ભયાનક ઘટનાને જુએ છે અને બૂમો પાડતા નથી. જેઓ ગુનેગારોના હાથે બાળકોનું લોહી જુએ છે અને પોતાની ચુપ્પીથી તેને ધોઈ નાખે છે. તમારી ચુપ્પી એક વોટ છે. તમારું કઈ ન કરવું એ એક હથિયાર છે. ઇતિહાસ યાદ રાખશે કે તમે કોનો સાથ આપ્યો. US-ઇઝરાયલી બોમ્બમારામાં એક પ્રાયમરી સ્કૂલમાં 160થી વધુ શાળાની વિદ્યાર્થિનીઓ મરી ગઈ!

'મિસ્ટર ટ્રમ્પે જે 'બચાવ'નું વચન આપ્યું હતું, હકીકતમાં તે આવું જ દેખાય છે'

બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ આ 160 કબરોની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, તેમણે લખ્યું કે,  'આ કબરો તે 160થી વધુ નિર્દોષ બાળકીઓ માટે ખોદવામાં આવી રહી છે, જેઓ US-ઇઝરાયલી બોમ્બમારામાં એક પ્રાયમરી સ્કૂલમાં મરી ગઈ. તેમના શરીરના ટુકડા-ટુકડા કરી દેવામાં આવ્યા. મિસ્ટર ટ્રમ્પે જે 'બચાવ'નું વચન આપ્યું હતું, હકીકતમાં તે આવું જ દેખાય છે. ગાઝાથી લઈને મિનાબ સુધી નિર્દોષોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.'


આ પણ વાંચો: ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર ઈઝરાયલનો ભીષણ હુમલો, ભારતે કહ્યું- અમે ખાડી દેશોના 1 કરોડ ભારતીયો માટે ચિંતિત

ઈરાનની સરકારી મીડિયાના દાવા મુજબ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા 131થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી 787 લોકોના મોત થયા છે. ઈરાને 'ઝાયોનિસ્ટ-અમેરિકન આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.  અમેરિકન અખબાર 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, આ હુમલો જે સ્કૂલ પર થયો તેની નજીક ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)નો નેવલ બેઝ આવેલો હતો, જેને કદાચ ટાર્ગેટ કરવામાં આવ્યો હોઈ શકે, અમેરિકા કે ઈઝરાયલે સીધી રીતે શાળા પર હુમલો કરવાની વાત સ્વીકારી નથી.