ઈરાને તો મધ્યસ્થતા કરાવતા કતારને પણ ન છોડ્યું, અમેરિકન સૈન્ય ઠેકાણો મિસાઈલો વરસાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran US War Gulf Countries Impact 2026 : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સમગ્ર ખાડી ક્ષેત્રમાં ફેલાઈ ગયું છે. અત્યાર સુધી આ બંને દેશો વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવતા કતાર પર શુક્રવારે વહેલી સવારે મોટો મિસાઇલ હુમલો થયો હતો. આ સિવાય ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. જેના કારણે સમગ્ર મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
કતારની રાજધાની દોહા ધડાકાઓથી ધ્રૂજી ઊઠી
કતારના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે દેશને નિશાન બનાવીને છોડવામાં આવેલી અનેક મિસાઇલોને હવામાં જ તોડી પાડી છે. રાજધાની દોહામાં પ્રચંડ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે મોબાઈલ એલર્ટ જારી કરાયા હતા. કતારના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇન્ટરસેપ્ટ કરાયેલી મિસાઇલનો કાટમાળ પડવાના કારણે 1 બાળક ઘાયલ થયું છે, જેની સારવાર ચાલી રહી છે. જોકે, ઈરાને હજુ સુધી સત્તાવાર રીતે કતાર પરના હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
કુવૈત અને બહેરીનમાં અમેરિકી બેઝ પર ઈરાનનો હુમલો
ઈરાની સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનની સેનાએ કુવૈતમાં અમેરિકી દળો અને તેમના લોજિસ્ટિક સપોર્ટ સેન્ટર પર ડ્રોન વડે હુમલો કર્યો છે. કુવૈતી સેનાએ પણ મિસાઇલ અને ડ્રોન હુમલાને રોકવા માટે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ અને સખીર એરબેઝને નિશાન બનાવીને ઈરાને ‘અરાશ ડ્રોન’ વડે હુમલો કર્યો હતો, જેમાં અમેરિકી સૈન્ય હેલિકોપ્ટર અને P-8 જાસૂસી વિમાનને નષ્ટ કરવાનો દાવો કરાયો છે. ઈરાની ન્યૂઝ એજન્સી ફાર્સ અનુસાર, ઈરાનની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “તે પોતાના ઇતિહાસ, જનતાના સમર્થન અને યુદ્ધની તૈયારીના જોરે કોઈપણ પ્રકારના દબાણ કે ધમકીનો મજબૂતાઈથી સામનો કરવા માટે સજ્જ છે.”
અમેરિકાએ ઈરાનમાં તોડી પાડ્યા બ્રિજ અને રેલવે લાઈનો
ઈરાનના આ હુમલાઓ પહેલા અમેરિકાએ પણ ઈરાન પર જોરદાર એરસ્ટ્રાઈક કરી હતી. ઈરાનના હોર્મોઝગાન પ્રાંતમાં અનેક પુલો, રેલવે જંકશન, પાવર લાઈનો અને બંદર અબ્બાસને જોડતા મુખ્ય માર્ગો પર અમેરિકાએ મિસાઇલો વરસાવી છે. બંદર અબ્બાસ નજીક આવેલો ઐતિહાસિક કહુરેસ્તાન બ્રિજ પણ આ હુમલામાં ભારે ક્ષતિગ્રસ્ત થયો છે. ઈરાની મીડિયા અનુસાર, આ અમેરિકી હુમલાઓમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ખુલ્લી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી દીધી છે કે જો ઈરાન વાતચીતના ટેબલ પર નહીં આવે તો તેના પાવર પ્લાન્ટ્સ, બ્રિજ અને અન્ય મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ જ રીતે નિશાન બનાવવામાં આવશે. પરસ્પર થઈ રહેલા આ આક્રમક હુમલાઓને કારણે ખાડી દેશોમાં ભયનો માહોલ છે અને શાંતિની આશા રાખતું કતાર પોતે આ યુદ્ધનું મેદાન બની ગયું છે.









