- ટોલ ઉઘરાવવા સામે ટ્રમ્પની ધમકી કંઇ કામ ન લાગી!
- ઇરાન ટેન્કર દીઠ 20 લાખ ડોલર ટોલ લેતું હોવાની સંભાવના : પ્રતિ બેરલ 1 ડોલરની ફી વસૂલે છે
તહેરાન : હોર્મુઝની ખાડીને ઇરાને છેવટે તેની કમાણીનું સાધન બનાવી દીધી છે. આફતને અવસરમાં પલટીને તેણે આ કામ કર્યુ છે. હોર્મુઝની ખાડીમાંથી ટોલના સ્વરૂપમાં થયેલી પહેલી કમાણી ઇરાનની સેન્ટ્રલ બેન્કમાં પહોંચી ગઈ છે. ઇરાને આ ટોલ અમેરિકા-ઇઝરાયેલ સાથેના યુદ્ધના પગલે આ રણનીતિક માર્ગ પર લગાવ્યો હતો. આ પહેલા હોર્મુઝમાંથી પસાર થતી વખતે કોઈ ટોલ લાગતો ન હતો.
આ સાથે હવે તે સત્તાવાર થઈ ગયું છે કે ઇરાન હોર્મુઝમાંથી જનારા વહાણો પાસેથી ટોલ વસૂલી રહ્યું છે. તસનીમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ સંસદમાં ઉપાધ્યક્ષ હમીદરેજા હાજીબાબાએ જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી ટોલના સ્વરૂપમાં થયેલી પહેલી કમાણી સેન્ટ્રલ બેન્કના ખાતામાં જણા કરાવી દેવાઈ છે.
ઇરાને અન્ય મીડિયા સંસ્થાઓનું આ અંગેનું નિવેદન પ્રકાશિત કર્યુ છે, પરંતુ કોઈ જાણકારી આપી નથી. કેટલાક મીડિયા રિપોર્ટમાં સમાચાર આવ્યા હતા કે દરેક જહાજ પાસેથી લગભગ ૨૦ લાખ ડોલર એટલે કે ૧૮ કરોડ રૂપિયા ટ્રાન્ઝિટ ફી વસૂલી હોવાનું કહેવાય છે. જો કે ઇરાની નેતાઓએ તે ન જણાવ્યુ કં આ રકમ કુલ કેટલી છે.
વર્તમાન યુદ્ધવિરામ પહેલા ઇરાને જણાવ્યું હતું કે તેણે આ રસ્તા પરથી પસાર થનારા દેશોને અપાતી મંજૂરી મર્યાદિત કરી દીધી છે, જેને તે દોસ્ત કહે છે. તે સમયે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજો પાસેેથી ટોલ વસૂલવાજા ઇરાનના દાવાને ફગાવી દેવાયો હતો.
ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતે ઇરાનના દૂતાવાસાના કેટલાક મીડિયાના અહેવોલ ફગાવ્યા હતા કે તહેરાન ભારતીય જહાજો માટે પ્રતિ જહાજ ૨ મિલિયન ડોલર એટલે ક ૨૦ લાખ ડોલર વસૂલ્યુ છે.
બીબીસીના જણાવ્યા મુજબ વધુ એક વરિષ્ઠ સાંસદ અલીરેજા અલીએ જણાવ્યું હતું ક મેં વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી સાંભળ્યું છે કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં જહાજોને ફી ચૂકવાઈ રહી છે. સાંસદ અલિરેજાએ જણાવ્યું હતુ કે આ ફી જહાજના પ્રકાર, તેમા લદાયેલું ક્રૂડ ઓઇલ અને તેની સાથે જોડાયેલા જોખમ મુજબ જુદી-જુદી છે. ઇરાને જ નક્કી કરે છે કેઆ ફી ક્યાં અને કેવી રીતે વસૂલવમાં આવશે.


