Get The App

કતારનો એક નિર્ણય અને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં સર્જાયું ગંભીર સંકટ, ભારતને પણ અસર!

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
કતારનો એક નિર્ણય અને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં સર્જાયું ગંભીર સંકટ, ભારતને પણ અસર! 1 - image

Iran America War: પશ્ચિમ એશિયામાં વઘતા સંઘર્ષ દરમિયાન કતારના પ્લાન્ટ પર ઈરાનના હવાઈ હુમલાઓથી મોટું નુકસાન થયું છે. જે બાદ કતારે આવો નિર્ણય લીધો, જેના કારણે એશિયન સપ્લાય ખોરવાઈ ગયો છે. ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો સંકટમાં આવી ગયા છે કારણ કે તેમની પાસે વિકલ્પો ઓછા છે, ભારત પર પણ અસર પડી શકે છે.

સંપૂર્ણ પણે કતાર પર નિર્ભર છે પાકિસ્તાન બાંગ્લાદેશ

ઈરાની હુમલાઓ બાદ કતારે LNGની સપ્લાય અને ઉત્પાદન બંધ કરી દીધું છે. કતારના પગલાંથી યુરોપ અને એશિયાઈ માર્કેટમાં ગેસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો માટે તો ઈમરજન્સી સંકટ ઊભું થયું છે. કેમ કે આ બંને દેશો સંપૂર્ણ રીતે ઊર્જાના સપ્લાય માટે કતાર પર નિર્ભર હતા. 

કતાર કરે છે એશિયાની જરૂરિયાતના 80 ટકા ગેસની નિકાસ

એનાલિટિક્સ ફર્મ કેપ્લરના આંકડાઓ મુજબ, કતાર અને સંયુક્ત આરબ અમીરાત મળીને પાકિસ્તાનને LNG આયાતના 99 ટકા તેમજ બાંગ્લાદેશને 72 ટકા અને ભારતને 53 ટકા સપ્લાય પૂરી પાડતા હતા. એશિયામાં કતાર ગેસ માટેનું મુખ્ય સ્થળ છે. આ ક્ષેત્રમાં કતારના 80 ટકાથી વધુ LNG શિપમેન્ટનો ઉપયોગ થાય છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ પછી વિશ્વનો બીજો સૌથી મોટો LNG ઉત્પાદક દેશ છે.

બાંગ્લાદેશ માટે કપરી સ્થિતિ

આંકડાનું માનીએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે અણધાર્યું સંકટ આવીને ઊભું થઈ ગયું છે. ખાસ કરીને બાંગ્લાદેશ પહેલાથી ગેસની ઘટ સામે ઝઝૂમી રહ્યું છે. પ્રતિ દિવસ 1,300 મિલિયન ઘટનો સામનો કરી રહ્યું છે તેવામાં કતારનો ગેસ સપ્લાય બંધ કરવાનો નિર્ણય દાઝ્યા પર ડામ જેવો છે.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ઈરાનનું મોટું એલાન, અમેરિકા-ઈઝરાયલ અને તેમના સમર્થકો માટે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

પાકિસ્તાનને પણ આવા જ પડકારોનો સામનો કરવો પડશે. જો કે ઉદ્યોગ વિશ્લેષકોનું કહેવું છે કે સોલર એનર્જી ઉત્પાદનમાં વધારાને કારણે વીજળીની માગ ઓછી થઈ શકે છે પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો અનેક અડચણો ઊભી થઈ શકે છે. બીજી તરફ કતારના નિર્ણયની ભારત પર પણ અસર પડી શકે, ભારતે કાર્ગોના કામચલાઉ સ્થગિતતાનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે વિવિધ ઔદ્યોગિક ગ્રાહકો અને શહેર ગેસ વિતરણ કંપનીઓ માટે પુરવઠામાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. હોર્મુઝ રૂટ બંધ થવાથી કટોકટી વધુ વકરી છે.