Get The App

તૂર્કીનાં 'ઈન્સર-લિંક' એરબેઝ પર ઈરાનનો હુમલો અહીં અમેરિકાએ પરમાણુ શસ્ત્રોનો ભંડાર રાખ્યો છે

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
તૂર્કીનાં 'ઈન્સર-લિંક' એરબેઝ પર ઈરાનનો હુમલો અહીં અમેરિકાએ પરમાણુ શસ્ત્રોનો ભંડાર રાખ્યો છે 1 - image

- પાંચ જ દિવસમાં બે વખત પરમાણુ બોમ્બ જથ્થાનાં સ્થાને ઈરાનના હુમલા હજી સુધી ઈરાન મ.-પૂ.માં જ હુમલા કરતું હતું હવે તૂર્કી સુધી પ્રહારો શરૂ કર્યા છે

અંકારા : મધ્ય-પૂર્વ યુદ્ધ માઝા મુકી રહ્યું છે તેવામાં તૂર્કીનાં 'ઈન્સર લિંક' એરબેઝ પર સાયરનો વાગી રહી હતી. આ સ્થળ 'નાટો'નું મહત્વનું મથક છે તે તૂર્કીની દક્ષિણ પૂર્વે રહેલાં અદાના શહેરથી છ માઇલ દૂર રહેલું છે. વાસ્તવમાં આ મિસાઇલ હુમલો ચાર દિવસ પૂર્વે થયો હતો પરંતુ તે વિષે કોઈ સત્તાવાર જાહેરાત કરાતી ન હતી. પાંચ જ દિવસમાં કરાયેલો આ બીજો હુમલો છે.

સોમવારે સવારે ૩.૨૫ કલાકે અદાનના રહેવાસીઓ સાયરનના અવાજથી સફાળા જાગી ગયા હતા. શહેરમાં લાઈબંબાઓ અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.

બીજી તરફ નાટોએ તે તરફ આવતું ઈરાનનું બીજું બેલાસ્ટિક મિસાઇલ પણ તોડી પાડયું હતું. આ પછી તૂર્કીએ તહેરાનને આવા ઉશ્કેરણીજનક પગલાં નહીં ભરવા કડક ચેતવણી પણ આપી દીધી છે.

અમેરિકાએ અદાનામાં રહેલું ઉન દૂતાવાસ બંધ કરી દીધું છે સાથે દક્ષિણ પૂર્વ તૂર્કીમાં રહેલા અમેરિકાને તે વિસ્તાર છોડી દેવા અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલે યુદ્ધ છેડયું ત્યારથી હજી સુધી તૂર્કી ઉપર હુમલા કર્યા ન હતા. તેણે મધ્ય-પૂર્વના દેશો સુધી તેના હુમલા સીમિત રાખ્યા હતા. પરંતુ હવે તેણે ઉત્તરે તૂર્કી સુધી હુમલા શરૂ કરી દીધા છે. પરંતુ હવે જ્યાં જ્યાં અમેરિકાનાં સેના મથકો છે ત્યાં ત્યાં હુમલા શરૂ કરવા નિર્ધાર કર્યો છે, તેમાં તૂર્કીનું 'ઈન્સર-લિંક' એરબેઝ આ વખતે ઝપટમાં આવી ગયું છે.

આ ઈન્સર-લિંક એરબેઝ ઉપરાંત કુટેલિક એરબેઝ ઉપર પણ અમેરિકી દળોની ટુકડીઓ આવી છે. આ હુમલા પહેલાં ૪થી માર્ચે પણ નાટોનાં દળોએ ઈરાનનાં મિસાઇલ હુમલાને અધવચ્ચેથી જ તોડી પાડયો હતો.