World

થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર : ગોળી ચલાવનાર સહિત સાતના મોત

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
બેંગકોક નજીક નોન થાબુરી પ્રાંતની દેબ સિરિન નોનથાબુરી સ્કૂલમાં શુક્રવારે અંધાધૂંધ ગોળીબાર થયો. એક વિદ્યાર્થીએ શિક્ષકો અને બાળકો સહિત 6ને ગોળી મારી, પછી ખુદને પણ ગોળી મારી દેતાં કુલ 7ના મોત થયા. 15થી વધુ ઘાયલ થયા. આ ઘટનાથી શાળામાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. થાઈલેન્ડમાં બંદૂક હિંસા સામાન્ય બની રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર : ગોળી ચલાવનાર સહિત સાતના મોત
  • બંદુક ધરાવવી અને ગોળીબારી થાઈલેન્ડમાં સામાન્ય છે
  • નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આ ઘટના બની : આંચકાજનક વાત તે છે કે તે જિલ્લો પાટનગર બેંગકોકને સ્પર્શીને આવેલો છે

બેંગકોક : થાઈલેન્ડનાં આ પાટનગર બેંગકોકને સ્પર્શીને રહેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લા સ્થિત દેબસિરિનની દેબ સિરિન નોનથાબુરી સ્કૂલમાં શુક્રવારે અચાનક અને અંધાધૂંધ ગોળીબારમાં શિક્ષકો અને બાળકો સહિત છનો ભોગ લીધા પછી ગોળીબાર કરનારે ખુદને ગોળી મારી દીધી હતી. પરિણામે કુલ સાતના મોત થયા છે, અનેકને ઇજાઓ પણ થઈ છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા બેંગકોકની હોસ્પિટલમાં લઈ જવાયા છે.
આ ઘટનાથી શિક્ષકો અને શિક્ષિકાઓ સહજ રીતે જ ગભરાઈ ગયા હતા અને શિક્ષિકાઓ તો એક-બીજાને વળગી રડી રહેલા જોવા મળતાં હતાં.
જોકે આ ઘટના બની પછી તુર્તજ ઈમર્જન્સી વર્કસ કામે લાગી ગયા હતા, અને ઘવાયેલાઓને સ્ટ્રેચરમાં સુવાડી એમ્બ્યુલન્સમાં દાખલ કરતા જોવા મળતા હતા.
આ ગમખ્વાર દુર્ઘટના પાછળ તે ગોળીબાર કરનાર એક વિદ્યાર્થી જ હતો, કારણ શું હતું તે જાણી શકાયું નથી.
આ ગોળીબારી અંગે શાળામાં ઉપરનાં ધોરણમાં ભણતા એક ૧૮ વર્ષના વિદ્યાર્થીએ કહ્યું હતું કે ગોળીબારીના અવાજો સંભળાયા ત્યારે પહેલાં તો તેણે તેમ માન્યું હતું કે, કોઈ ફટાકડા ફોડી રહ્યું છે અથવા કોઈ હથોડાથી લાકડા ઉપર ઝડપભેર પ્રહારો કરી રહ્યું હશે. તે ગોળીબારી હશે તેમ મેં પહેલાં તો માન્યું જ ન હતું.
નેશનલ પોલીસના પ્રવકતા લેફ્ટ.કર્નલ ત્રિરોંગ ફોફાને પત્રકારોને જણાવ્યું હતું કે તે દુર્ઘટનામાં ગોળીબાર કરનાર સહિત કુલ સાતનાં મૃત્યુ થયા હતા. ગોળીબાર કરનારે પછીથી ખુદને ગોળી મારી દીધી હતી. ૧૫ને ગંભીર ઇજાઓ થઈ હતી.
શિક્ષણમંત્રી પ્રસેરત જંતર રૂઆંગ તોંગે કહ્યું હતું કે આ ગોળીબારીમાં શિક્ષકો, શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ સાતના મૃત્યુ થયાં હતાં. પોલીસને પછી જાણવા મળ્યું કે ગોળીબાર કરનાર પણ એક વિદ્યાર્થી જ હતો.
થાઈલેન્ડમાં ગોળીબારી સામાન્ય બની રહી છે. ૨૦૨૨માં એક નિવૃત્ત પોલીસે કરેલા ગોળીબારમાં અને છરી હુમલામાં ૩૬ના મોત થયા હતા. મૃત્યુ પામનારમાં ૨૨ બાળકો હતા.
જુલાઈ ૨૦૨૫માં બેંગકોકની માર્કેટમાં એક બંદુકધારીએ પાંચને મારી નાખ્યા હતા. તેમાં સિક્યુરીટી ગાર્ડ તથા એક લારીવાળો પણ માર્યો ગયો હતો. ૨૦૨૦માં એક સૈનિકો નખોન શીચાસીમાં નગરમાં ૨૯ લોકોના જીવ લીધા હતા, ૨૦૨૩માં એક ૧૪ વર્ષનાં છોકરાએ હેન્ડગન દ્વારા બેના જાન લીધા હતા અને પાંચને ઘાયલ કર્યા હતા. આ ઘટના બેંગકોકના લકઝરી વિસ્તારમાં આવેલાં શોપિંગ સેન્ટરમાં બની હતી.
બંદુક ધરાવવી અને ગોળીબારી કરવી તે તો થાઈલેન્ડમાં અમેરિકાની જેમ જ સામાન્ય ઘટના બની રહી છે.