World

ભૂતાનની 13મી પંચવર્ષીય યોજના દરમિયાન થયેલા વિકાસની ભારતના વિદેશ સચિવે પ્રશંસા કરી

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતે ભૂતાનમાં ડ્રેગનનો પ્રભાવ રોકવા ૩૩૨ કરોડના 12 નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ થીમ્પુમાં વડાપ્રધાન, મહારાજા અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. AIIMS અને ખેસર ગ્યાલયો યુનિવર્સિટી વચ્ચે સહકાર સ્થપાશે. ભારતે ભૂતાનને ₹1250 કરોડ ઇકોનોમિક સ્ટીમ્યૂલ્સ પ્રોગ્રામ હેઠળ અને ₹735.20 કરોડ અન્ય પ્રોજેક્ટ માટે આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભૂતાનની 13મી પંચવર્ષીય યોજના દરમિયાન થયેલા વિકાસની ભારતના વિદેશ સચિવે પ્રશંસા કરી
  • ભૂતાનમાં ડ્રેગનનો પંજો ફેલાતો રોકવો અનિવાર્ય છે
  • ભારતની સહાયથી ૩૩૨ કરોડના ૧૨ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે, વિક્રમ મીસરીએ વડાપ્રધાન તથા મહારાજાની પણ મુલાકાત લીધી

થીમ્પુ (ભૂતાન) : ભૂતાનની ૧૩મી પંચવર્ષીય યોજના દરમિયાન થયેલા વિકાસની ભારતના વિદેશ સચીવ વિક્રમ મિસરીએ સમીક્ષા કરી હતી, સાથે તેથી થયેલા વિકાસની પણ ભારોભાર પ્રશંસા કરી હતી.
ભારત વિદેશ સચિવ વિક્રમ મીસરી ભૂતાનના વિદેશ સચિવ પેમા લેકતૂમ દોરજીનાં આમંત્રણથી ભૂતાનની બે દિવસની (તા. ૩૦, ૩૧ જુલાઈ) સત્તાવાર મુલાકાતે છે. બંને અધિકારીઓએ ભૂતાનના વિકાસની તો સમીક્ષા કરી જ હતી તે ઉપરાંત ૩૩૨ કરોડના ૧૨ નવા પ્રોજેક્ટ પણ ભારતની સહાયથી શરૂ કરવા અંગેના કરારો પર બંને સચીવોએ સહી સિક્કા કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન મિસરી ભૂતાનના વિદેશમંત્રી અને વ્યાપાર મંત્રી ડી.એન.ધૂનગ્યૂલને મળ્યા હતા, તથા વડા પ્રધાન ત્શેરિંગ તોબગે સાથે પણ મંત્રણાઓ કરી હતી. આ પછી વિક્રમ મીસરીએ ભૂતાનના મહારાજાની પણ ઔપચારિક મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સૌથી મહત્ત્વના કરારો તો થયા હતા કે નવી દિલ્હી સ્થિત એઇમ્સ અને ભૂતાનની ખેસર ગ્યાલયો યુનિવર્સિટી ઓફ મેડીકલ સાયન્સીઝ વચ્ચે સહકાર સ્થાપવામાં આવશે. ભૂતાનના આરોગ્ય વિભાગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપવા માટે બંને વિદેશ સચિવો વચ્ચે સમજૂતી પત્રોની આપ-લે થઇ હતી.
ભારત ભૂતાનને રૃા. ૧,૨૫૦ કરોડ ઇકોનોમિક સ્ટીમ્યૂલ્સ પ્રોગ્રામ નીચે ચાલશે. તે ઉપરાંત રૃા. ૭૩૫.૨૦ કરોડ હાઈ ઇમ્પેક્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તથા રૂ. ૨૦૦ કરોડ પ્રોગ્રામ ગ્રાન્ટ તરીકે અપાશે. બંને વિદેશી સચીવોએ થીમ્પુ ઇકોલોજીકલ પાર્ક અને ઓલાખા પાર્કનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું હતું.
ટૂંકમાં ભૂતાનને જે જોઇએ તે તમામ સહાય આપવાની ભારતની પ્રતિબદ્ધતા આથી સ્પષ્ટ બની ગઈ છે. ભારત નેપાળને રૂ. ૪૦૦૦ કરોડની ક્રેડીટ લાઈન પણ આપવાનું છે.
વાત બહુ સ્પષ્ટ છે. ત્યાં વ્યૂહાત્મક દેશ પર ડ્રેગનનો પંજો ફેલાતો રોકવો અનિવાર્ય છે. જે મોદીની પ્રાથમિકતા છે.