World

(unsc)માં ભારતની કાયમી સભ્યપદની માગણી વેગ પકડે છે : 'વિસેગ્રાડ-4'ના નેતાઓએ તેને પુષ્ટિ આપી

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે પોલેન્ડ, હંગેરી, સ્લોવેકિયા અને ઝેક રિપબ્લિકે સમર્થન આપ્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકરે "વિસેગ્રાડ દેશો"ના વિદેશમંત્રીઓ સાથેની બેઠકમાં આ અંગે ચર્ચા કરી હતી. આ દેશોએ ભારતને ગ્લોબલ સાઉથના પ્રવક્તા અને ભવિષ્યની મહાસત્તા ગણાવ્યું. આ ઐતિહાસિક બેઠક ભારતના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

(unsc)માં ભારતની કાયમી સભ્યપદની માગણી વેગ પકડે છે : 'વિસેગ્રાડ-4'ના નેતાઓએ તેને પુષ્ટિ આપી
  • પૉલેન્ડ, હંગેરી, સ્લોવેકિયા અને ઝેક રિપબ્લિકે, દક્ષિણના દેશોના પ્રબળ પ્રવક્તા તેવા ભારતને 'સલામતી સમિતિ'માં કાયમી સીટ માટે સમર્થન આપ્યું

સંયુક્ત રાષ્ટ્રો : સંયુક્ત- રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતની કાયમી સભ્યપદ મેળવવાની કોશિષને પૉલેન્ડ, હંગેરી, સ્લોવેકિયા અને ઝેક રિપબ્લિકે સમર્થન આપ્યું હતું. 'વિસેગ્રાડ દેશો'ના જૂથ તરીકે પોતાને ઓળખાવતા આ દેશોના વિદેશમંત્રીઓ સાથેની બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ અંગે વિશદ ચર્ચા કરી હતી અને તે ચારે દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ માટે સહમત થયા હતા અને ભારતના તે પ્રયત્નને ટેકો આપ્યો હતો. આ અંગે તે ચારે દેશો વતી સ્લોવેકિયાના વિદેશમંત્રી જુરાજ બ્લેનરે એક નિવેદન પણ ઘડી કાઢ્યું હતું જેમાં લખ્યું હતું કે, 'વી-૪ દેશો તરીકે ઓળખાતા આ ચારે દેશો જણાવે છે કે, ગ્લોબલ સાઉથના પ્રવક્તા તરીકે ભારતને મહત્ત્વની ભૂમિકા ભજવી છે, અને તે ઇન્ડો- પેસેફિક વિસ્તારના ભાવિ મહાસત્તા (સુપર પાવર) બની શકે છે તેથી તે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ માટે યોગ્ય છે.
આ મીટીંગને એસ. જયશંકરે ઐતિહાસિક મીટીંગ કહી હતી અને કહ્યું હતું કે, 'અમારે તે ચારે દેશો સાથે સંરક્ષણ સહિત અનેક બાબતોએ ગાઢ સંબંધ છે અમે તે સહકારને ફરી બળવત્તર કરવા આતુર છીએ.
૧૯૪૫ માં સંયુક્ત રાષ્ટ્રોની રચના થઈ ત્યારે ભારત સહિત લગભગ મોટા ભાગના આફ્રો- એશિયાઈ દેશો પરતંત્ર હતા પરંતુ તે પછી તો દુનિયામાં અનેક પરિવર્તનો આવ્યા છે. તેથી સંયુક્ત રાષ્ટ્રોના માળખામાં પરિવર્તન કરવાની જરૂર ઉભી થઈ છે.
ભારત અત્યારે બે વર્ષ માટે ૨૦૨૧-૨૦૨૨ માટે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં અસ્થાયી સભ્ય તરીકે છે જ્યાં ભારતનું કહેવું છે કે, ૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્રોની રચના થઈ તે પછી વિશ્વમાં અનેક પરિવર્તનો આવ્યા તે તેના પગલે સંયુક્ત રાષ્ટ્રોમાંપણ પરિવર્તન કરવાની જરૂર છે. ભારતે દરેક વખતે સંયુક્ત રાષ્ટ્રો તરફથી સેના મોકલાઈ હોય ત્યારે સૌૈથી વધુ સૈનિકો મોકલ્યા છે. તેમજ સંયુક્ત રાષ્ટ્રો તરફથી મોકલાયેલી રાહત અને બચાવની કામગીરી માટેની ટુકડીઓમાં ભારતની ટુકડી સૌથી મોટી રહી છે. ભારત દરેક આંતરરાષ્ટ્રીય આપત્તિઓમાં યુ.એન.ની સાથે ઉભું રહ્યું છે તેથી ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સભામાં કાયમી સભ્યપદ માટે યોગ્ય જ છે.