World

મિડલ ઈસ્ટ યુદ્ધ ભારતીયોને ભારે પડ્યું, દુબઈ જેવા દેશમાં મોટી સંખ્યામાં બેરોજગાર થયા

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
દુબઈમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની ગંભીર અસર જોવા મળી રહી છે. અહીં હજારો ભારતીયો બેરોજગાર બન્યા છે. પ્રવાસન, એરલાઈન્સ જેવા ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. અનેક કંપનીઓએ નવી ભરતી બંધ કરી, તો 546માંથી 1/4 કંપનીઓ છટણીની તૈયારીમાં છે. યુએઈ સરકારે 68 કરોડ ડોલરનું સહાય પેકેજ જાહેર કર્યું છે, છતાં સ્થિતિ ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટ યુદ્ધ ભારતીયોને ભારે પડ્યું, દુબઈ જેવા દેશમાં મોટી સંખ્યામાં બેરોજગાર થયા

Dubai Indian Employment News : મધ્ય-પૂર્વમાં દુબઈ હજારો પ્રવાસીઓ અને રોજગારી માટે વસાહતીના આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા દુબઈના અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે. દુબઈમાં હવે ભારતીયો બેરોજગાર બની ગયા છે. ભારતીયો સહિત વિદેશી વસાહતીઓને નોકરી મળવી મુશ્કેલ થઈ ગઈ છે.

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે દુબઈ, અબુ ધાબી સહિતના શહેરોમાં પ્રવાસન, એરલાઈન્સ અને વિદેશી પ્રવાસીઓ પર નિર્ભર કારોબાર પર ગંભીર અસર થઈ છે. ભારતીય મૂળના એકાઉન્ટન્ટ રહમાને જણાવ્યું કે, તેઓ કેટરિંગ કંપનીમાં કામ કરતા હતા. યુદ્ધના કારણે તેમની કંપની બંધ થઈ ગઈ છે. અનેક કંપનીઓએ નવા લોકોની ભરતી બંધ કરી દીધી છે.

વધુમાં દુબઈની 546 કંપનીઓમાં કરાયેલા એક સરવે મુજબ પ્રત્યેક ચારમાંથી એક એમ્પ્લોયરે 2026ના ત્રીજા ત્રિમાસિકમાં છટણીની યોજના બનાવી છે જ્યારે પ્રત્યેક ત્રણમાંથી એક કંપનીએ નવી ભરતી નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

યુએઈની સરકારે ઉદ્યોગોને મંદીમાંથી બહાર કાઢવા 68 કરોડ ડોલરથી વધુનું સહાય પેકેજ જાહેર કર્યું છે. દુબઈમાં કામ કરીને પોતાના વતનમાં નાણાં મોકલનારા લોકો પર આ મંદીની ભારે અસર થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થોડોક સમય માટે યુદ્ધવિરામ થતાં પરિસ્થિતિ ઝડપથી સુધરી જશે તેમ મનાતું હતું, પરંતુ ફરી એક વખત બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થવાથી હવે સ્થિતિ વધુ વણસી રહી છે.