World

લંડનમાં ભારતીય મૂળના યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા, 7 શંકાસ્પદની અટકાયત કરાઈ

By GS Team
14 Jun 20262 mins read
TukuTouch Logo
બ્રિટનની રાજધાની લંડનમાં વધુ એક ભારતીય મૂળના યુવકને નિશાન બનાવવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લંડનના પ્રખ્યાત સાઉથોલ (Southall) વિસ્તારમાં 26 વર્ષીય ભારતીય મૂળના યુવક ગુરભેજ સિંહની ચપ્પુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ મામલે મર્ડરનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લંડનમાં ભારતીય મૂળના યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા, 7 શંકાસ્પદની અટકાયત કરાઈ

Indian Youth Gurbhej Singh Stabbed to Death in Southall | બ્રિટનની રાજધાની લંડનમાં વધુ એક ભારતીય મૂળના યુવકને નિશાન બનાવવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લંડનના પ્રખ્યાત સાઉથોલ (Southall) વિસ્તારમાં 26 વર્ષીય ભારતીય મૂળના યુવક ગુરભેજ સિંહની ચપ્પુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસે આ મામલે મર્ડરનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દુકાનની બહાર કરાયો જીવલેણ હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ લોહિયાળ ઘટના બુધવારે મધ્યરાત્રિએ આશરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. સાઉથોલ વિસ્તારમાં આવેલા નોર્થ રોડ અને ડોર્મર્સ વેલ્સ લેનના જંક્શન પર એક દુકાનની બહાર ગુરભેજ સિંહ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અન્ય એક 30 વર્ષીય યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર આપી રજા આપી દેવાઈ છે.


લંડન એમ્બ્યુલન્સ સર્વિસ તરફથી માહિતી મળ્યા બાદ પોલીસ અને પેરામેડિક્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તબીબોએ ગુરભેજ સિંહને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ ચપ્પુના ઊંડા ઘા વાગવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સાત લોકોની અટકાયત બાદ છ મુક્ત કરાયા

મેટ્રોપોલિટન પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર એલિસન ફોક્સવેલે જણાવ્યું કે, હત્યાના આ મામલાની તપાસ હોમિસાઈડ ડિટેક્ટિવ્સ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના બાદ તુરંત કાર્યવાહી કરીને પોલીસે 20 થી 30 વર્ષની વયજૂથના સાત શંકાસ્પદ લોકોની હત્યાની શંકાના આધારે ધરપકડ કરી હતી. જોકે, ઝીણવટભરી પૂછપરછ અને પ્રાથમિક તપાસ બાદ તેમાંથી છ લોકોને કોઈ પણ કાર્યવાહી વિના મુક્ત કરી દેવામાં આવ્યા છે, જ્યારે સાતમા આરોપીને જામીન પર મુક્ત કરી આગામી સમયમાં ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

પોલીસે સાક્ષીઓ અને CCTV ફૂટેજ રાખનારાઓની મદદ માંગી

પોલીસ અધિકારીએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે પરિવારને વિશેષ અધિકારીઓ દ્વારા કાનૂની અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે જે કોઈ પણ વ્યક્તિ ઘટના સમયે ત્યાં હાજર હોય અથવા જેની પાસે આસપાસના વિસ્તારના સીસીટીવી (CCTV) કે ડૅશકેમ ફૂટેજ હોય, તેઓ તપાસમાં સહયોગ આપવા માટે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.