ભારત ટૂંક સમયમાં 500 કિલોના બંકર બસ્ટર બોંબનું કરશે પરીક્ષણ, પાકિસ્તાનનું વધ્યું ટેન્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

DRDO To Test 500kg Bunker Buster Bomb: ભારતનું ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલોપમેન્ટ ઑર્ગેનાઇઝેશન એટલે કે(DRDO) અને ભારતીય વાયુસેના(IAF) સપ્ટેમ્બર-ઑક્ટોબર 2026માં દેશી PGB-500 પ્રિસિઝન ગાઇડેડ બોંબનું Su-30MKI ફાઇટર વિમાન પર ફ્લાઇટ ટેસ્ટિંગ કરવા જઈ રહ્યા છે. 500 કિલોગ્રામના વોરહેડ ધરાવતો આ બોંબ મજબૂત બંકરો, કમાન્ડ સેન્ટર્સ અને વ્યૂહાત્મક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
પરીક્ષણ દરમિયાન વિમાન પર બોંબનું વહન, એરોડાયનેમિક બેલેન્સ અને સુરક્ષિત રિલીઝની તપાસ કરવામાં આવશે. ગાઇડન્સ સિસ્ટમમાં GPS/INS સાથે પ્રિસિઝન ટર્મિનલ ટાર્ગેટિંગ સામેલ હોવાની શક્યતા છે. PGB-500 એ સ્વદેશી પ્રિસિઝન ગાઇડેડ બોંબ પરિવારનો એક ભાગ છે. આ ભારે શ્રેણીનું શસ્ત્ર છે, જે અત્યંત ચોકસાઈ સાથે મજબૂત લક્ષ્યોને ભેદી શકે છે. સફળ પરીક્ષણ બાદ તેને સેનામાં સામેલ કરવામાં આવશે.
પાડોશી દેશમાં છુપાયેલા આતંકીઓની ઉંઘ હરામ
પડોશી દેશો એવા પાકિસ્તાન, બાંગ્લાદેશ કે મ્યાનમારમાં છુપાયેલા આતંકવાદીઓના બંકરો અથવા જમીનની અંદરના ઠેકાણા હવે સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. Su-30MKI પહેલાથી જ બ્રહ્મોસ, અસ્ત્ર અને રુદ્રમ જેવા શસ્ત્રો વહન કરે છે. આ બોંબ ઉમેરાવાથી વિમાનની સ્ટ્રાઇક ક્ષમતામાં વધુ વધારો થશે. પરીક્ષણ સફળ થયા બાદ તેને સેનામાં સામેલ કરાશે.

વિમાનના પાઇલોન પર લાગશે બોંબ
પહેલા કેરેજ ટેસ્ટ થશે જેમાં બોંબ વિમાનના પાઇલોન પર લગાવવામાં આવશે. આમાં એરોડાયનેમિક લોડ, ડ્રેગ અને હેન્ડલિંગની ચકાસણી થશે. ત્યારબાદ રીલીઝ ટેસ્ટમાં સુરક્ષિત અલગીકરણ, નેવિગેશન બેલેન્સ અને ગાઇડન્સ ચોકસાઈ જોવામાં આવશે. આ પરીક્ષણો DRDO અને IAFના સંયુક્ત પ્રયાસથી હાથ ધરાશે. સફળ ટેસ્ટિંગ બાદ ઓપરેશનલ મૂલ્યાંકન કરવામાં આવશે. Su-30MKI જેવા મલ્ટી-રોલ પ્લેટફોર્મ પર આ શસ્ત્ર નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે.
સ્વદેશીકરણ અને વ્યૂહાત્મક લાભ
આ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા'નો એક ભાગ છે. DRDO હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL) અને ખાનગી ઉદ્યોગો સાથે મળીને કામ કરી રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનથી સપ્લાય ચેઇન મજબૂત થશે અને ખર્ચ ઘટશે. ભારતની પ્રિસિઝન સ્ટ્રાઇક ક્ષમતા વધશે જેનાથી સરહદ સુરક્ષા અને વ્યૂહાત્મક સક્ષમતા મજબૂત બનશે. અન્ય સ્વદેશી શસ્ત્રો સાથે આ વાયુસેનાને વધુ સક્ષમ બનાવશે. સફળ પરીક્ષણ બાદ ઇન્ડક્શન અને મોટા પાયે ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થશે. આ ભારતની સંરક્ષણ ઔદ્યોગિક ક્ષમતાની પરિપક્વતા દર્શાવે છે. ક્ષેત્રીય સુરક્ષા પડકારો વચ્ચે સ્વદેશી શસ્ત્રોનો વિકાસ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.









