હિન્દુઓને આસાનીથી મારી શકાય છે : બાંગ્લાદેશમાં અલ-કાયદા પગ પ્રસારે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હારૂન ઇજ્જહારે ખુલ્લેઆમ આપેલી ધમકી
- સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિએ બાંગ્લાદેશમાં અલ-કાયદાના વધતા પ્રભાવ અને કટ્ટરવાદ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં શેખ હસીના સત્તા પરથી દૂર થતાં, લઘુમતીઓ ખાસ કરીને હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારોના સીલસીલાબદ્ધ સમાચારો આવી રહ્યા છે ત્યાં તે પેટર્ન ઉભી થઈ રહી છે તેમાં હિન્દુઓ વિરોધી પરિબળો બળવત્તર થતા જાય છે. તેવામાં ફરી એકવાર હિન્દુઓને ખુલ્લેઆમ ધમકી અપાઈ રહી હોવાની વિગતો બહાર આવી છે. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હારૂન ઇજ્જહારે હિન્દુઓને ખુલ્લેઆમ ધમકી આપતો વીડીયો વાયરલ થઈ ગયો છે.
દાવા મુવમેન્ટ નામક એક કાર્યક્રમમાં હારૂન ઇજ્જહારે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે, 'હિન્દુઓને તો આસાનીથી મારી શકાય છે.' સાથે તેમ પણ કહ્યું કે, 'કદાચ આપણે તેમને મારવાની જરૂર જ નહીં પડે કારણ કે તેના લોકો જ તેમના માટે પૂરતા છે.' ઇજ્જહારના તે કહેવાતા વીડીયોએ હડકંપ મચાવી દીધો છે.
સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમીતીએ તાજેતરમાં ચેતવણી આપી છે કે, 'ભારતીય ઉપખંડમાં અલ-કાયદા બાંગ્લાદેશને આધાર બનાવી ત્યાં આતંકવાદી સેલ સ્થાપવા માંગે છે. આ નિષ્કર્ષ સંયુક્ત રાષ્ટ્રની 'વિશ્લેષણાત્મક સહાયતા એવં પ્રતિબંધ નિગરાની' ટીમે તેના રજૂ કરેલા ૩૮મા રીપોર્ટના આધારે અપાઈ છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાનને દેશ છોડી દેવો પડયો તે પાછળ કટ્ટરવાદી ઇસ્લામિક તત્ત્વોનો હાથ હોવાનું બહાર આવ્યું છે. સાથે તે શંકા વધી રહી છે કે બાંગ્લાદેશને આતંકવાદી કાર્યવાહીઓ ફેલાવવા માટેના બીજા અનુકુળ સ્થાનમાં કટ્ટરપંથીઓ ફેરવવા માંગે છે.









