World

ભારત બ્રિટન વ્યાપાર સમજૂતી : 99 ટકા ભારતીય ઉત્પાદનોને બ્રિટનમાં ડયુટી ફ્રી એન્ટ્રી

By GS Team
18 Jun 20262 mins read
ભારત બ્રિટન વ્યાપાર સમજૂતી : 99 ટકા ભારતીય ઉત્પાદનોને બ્રિટનમાં ડયુટી ફ્રી એન્ટ્રી

- અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરનો ટેરીફ યથાવત્ રાખ્યો

- 15મી જુલાઈથી ઇન્ડિયા યુકે કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ અમલી બનશે : બ્રિટનમાં કામ કરતા ભારતીયોને પણ રાહત

નવી દિલ્હી : ભારત-બ્રિટન-વચ્ચે વ્યાપારી સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે : આગામી ૧૫મી જુલાઈથી બંને દેશો વચ્ચે કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (સીઈટીએ) અમલી બનશે તે સામાજિક સુરક્ષા સાથે પણ જોડાયેલા છે. તેથી ભારતનાં ૯૯ ટકા ઉત્પાદનો બ્રિટનનાં બજારમાં કોઈ ડયુટી સિવાય સીધી એન્ટ્રી મેળવી શકશે. તેટલું જ નહીં પરંતુ ત્યાં કામ કરનારા ભારતીયોને માટે બેવડા ટેક્સની મુક્તિની સીમા જે અત્યારે ૩ વર્ષની છે તે વધારી પાંચ વર્ષ કરવામાં આવી છે.

આથી ભારતીય પ્રોસેસ્ડ ફૂડ ઉપર અત્યારે લાગતો ૭૦ ટકા ટેક્ષ દૂર થઇ જશે. સમુદ્રીય ઉત્પાદનો ઉપરનો ૨૧.૫ ટકા, એન્જિનિયરિંગ અને મોટો પાર્ટસ પર લાગતાં ૧૮ ટકા, ચામડાં તથા બૂટ પર લાગતો ૧૬ ટકા તથા કપડાં પર લાગતો ૧૨ ટકા જેટલો ભારે આયાત કર હવે શૂન્ય થઇ જશે.

આથી ભારતનાં નાનાં મોટાં કારખાનાં ખેડૂતો તથા માછીમારો પોતાનો માલ બ્રિટનની બજારોમાં સરળતાથી વેચી શકશે. ભારતીય મેન્યુફેકચરિંગ કંપનીઓને નવી તાકાત મળશે. જો કે ડેરી ઉત્પાદનો, અનાજ અને સફરજન જેવાં ઉત્પાદનો તેમાંથી બાકાત રખાયાં છે.

ભારતીયો બ્રિટનમાં પોતાનો દબદબો રાખી રહ્યા છે. બ્રિટને તેવાં ૧૩૭ સર્વિસ સેક્ટર્સમાં ભારતીયોને એન્ટ્રી આપી છે. તેમાં આઈટીપ્રોફેશન્સ, શિક્ષિત ટેલીકોમ તથા હેલ્થકેર સામેલ છે.

નવી સામજિક સુરક્ષા સમજૂતી નીચે બ્રિટનમાં કાર્યરત ભારતીય ધંધાર્થીઓને બેવડાં સામાજિક સુરક્ષા યોગદાન (ડબલ ટેક્ષ)માંથી ત્રણ વર્ષ સુધી મળતી યુક્તિની સીમા પાંચ વર્ષ કરવામાં આવી છે. આથી ૭૫,૦૦૦ જેટલા વ્યવસાયીઓ અને ૯૦૦ જેટલી કંપનીઓને લાભ થશે. તે ઉપરાંત ૧,૮૦૦ જેટલા શેફ (રસોઈયા) યોગ પ્રશિક્ષકો, શાસ્ત્રીય સંગીતકારોને પણ દર વર્ષે કામ કરવાની તક મળશે.

ભારતે આ સમજૂતીમાં ૮૫ ટકા જેટલા સ્ટીલ નિકાસકારોને તેમાંથી બહાર રખાયા છે. બાકીના ૧૫ ટકા વિશેષ ક્વોટા સીસ્ટમ નીચે બ્રિટને આવરી લીધા છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાદેલાં ટેક્ષ પછી બ્રિટન ભારત માટે મહત્ત્વનું ક્ષેત્ર બની રહેશે.