Get The App

ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટન પ્રેટ્રોલિયમ ભંડાર , પીએમનું સંસદમાં સંબોધન

ભારત છેલ્લા ૧૧ વર્ષોમાં પોતાના ઉર્જા આયાતમાં વિવિધતા લાવ્યું છે.

એલપીજીએ ઘરેલુ પ્રોડકશન પણ વધારવામાં આવી રહયું છે

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભારત પાસે ૫૩ લાખ મેટ્રિક ટન  પ્રેટ્રોલિયમ ભંડાર , પીએમનું સંસદમાં સંબોધન 1 - image


નવી દિલ્હી,23 માર્ચ,2026,સોમવાર 

ઇરાન યુદ્ધમાં એનર્જી ક્રાઇસિસની શકયતા વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સંબોધન કરતા માહિતી આપી હતી કે પશ્ચિમી એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે  અત્યાર સુધી ૩.૭૫ લાખ કરતા વધુ ભારતીયો સુરક્ષિત પાછા ફર્યા છે. ઇરાનથી અત્યાર સુધી એક હજાર કરતા વધુ ભારતીયો સુરક્ષિત પાછા ફર્યા છે જેમાંથી ૭૦૦ કરતા તો વધુ મેડિકલ સ્ટુડન્ટસ છે.

 દેશ પોતાની જરુરિયાતનો ૬૦ ટકાથી વધુ આયાત કરે છે. આ સપ્લાયમાં અનિશ્ચિતતના કારણે સરકારે એલપીજીના ઘરેલું ઉપયોગમાં પ્રાથમિકતા આપી છે. સાથે એલપીજીએ ઘરેલુ પ્રોડકશન પણ વધારવામાં આવી રહયું છે. ભારત છેલ્લા ૧૧ વર્ષોમાં પોતાના ઉર્જા આયાતમાં વિવિધતા લાવ્યું છે. પહેલા ક્રુડ ઓયલ, એલએનજી અને એલપીજી ૨૭ દેશોમાંથી આયાત થતા હતા હવે ભારત ૪૧ દેશોમાંથી ઉર્જા આયાત કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં ભારત પાસે ૫૩ લાખ મેટ્રીક ટન સ્ટ્રેટેજીક રણનીતિક પ્રેટ્રોલિયમ ભંડાર છે.