World

જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતનું 21 ગોલ્ડ સાથે સાયોનારા

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 85 મેડલ જીતી ચોથો ક્રમ મેળવ્યો. ભારતે 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ જીત્યા. ક્રિકેટ, હોકી, ગોલ્ફ, કુસ્તી અને તીરંદાજીમાં ગોલ્ડ મળ્યા. ચીન 341 મેડલ સાથે ટોચ પર રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતનું 21 ગોલ્ડ સાથે સાયોનારા
  • ભારતે ક્રિકેટ-હોકીમાં ગોલ્ડ જીત્યા : ગોલ્ફ, કુસ્તી, તિરંદાજીમાં પણ ગોલ્ડન સિદ્ધિ
  • ભારતે છેલ્લા બે દિવસમાં ૧૧ ગોલ્ડ મેડલ જીતીને સન્માન જાળવ્યું ચીન ૧૬૯ ગોલ્ડ મેડલ સહીત કુલ ૩૬૧ મેડલ સાથે ટોપ પર

નાગોયા : જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સની પૂર્ણાહુતી તો આવતીકાલે છે પણ ભારતની તમામ રમતોની આજે ઇવેન્ટ પુરી થઇ ગઈ છે. ભારતે આ એશિયન ગેમ્સમાં ૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૮૫ મેડલ જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભારતે ગઈકાલે શુક્રવારે ૬ અને આજે પાંચ ગોલ્ડ મેડલ જીતીને સન્માનજનક દેખાવ પર સ્કોર લાવી દીધો છે. મેડલ ટેબલમાં ચીન, જાપાન અને સાઉથ કોરિયા પછી ભારત ચોથા ક્રમે રહ્યું છે.
આજે ભારતની પુરુષની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ૧૯ રનથી અને હોકીની પુરુષ ટીમે મલેશિયાને ૫-૧ ગોલથી પરાજય આપી તેમનો ગોલ્ડ મેડલ ડિફેન્ડ કર્યો હતો. એટલે કે ૨૦૨૩ની એશિયન ગેમ્સમાં પણ આ ગોલ્ડ મેડલ ભારતે જીત્યા હતા. એમ તો છેલ્લા દિવસોમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ અને પુરુષ તેમજ મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ જીત્યા હતા. બીજી રીતે કહીએ તો ક્રિકેટ, કબડ્ડી અને હોકી ત્રણેય ઇવેન્ટમાં પુરુષ અને મહિલા ટીમે ભારતને છ ગોલ્ડ મેડલ ભેટ આપ્યા હતા.
આજે અંતિમ દિવસે ભારતે વિવિધ રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને મહત્વપૂર્ણ ગોલ્ડ મેડલ મેળવ્યા
મેન્સ ક્રિકેટ ટીમ: ફાઇનલમાં પાકિસ્તાનને ૧૯ રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
મેન્સ હોકી ટીમ: ફાઇનલમાં મલેશિયાને ૫-૧થી મ્હાત આપીને ગોલ્ડ અને ૨૦૨૮ ઓલિમ્પિક્સ માટેનો ક્વોટા મેળવ્યો
પ્રણવી ઉર્સ (ગોલ્ફ) : મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ જીતીને એશિયન ગેમ્સમાં આ ખિતાબ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બન્યા.
અમન સેહરાવત (કુસ્તી) : પુરુષોની ૫૭ કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ઉત્તર કોરિયાના ખેલાડીને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.
કુમકુમ (તિરંદાજી) : મહિલાઓની વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં શૂટ-ઓફ સુધી ખેંચાયેલા મુકાબલામાં દક્ષિણ કોરિયાની ખેલાડીને હરાવી ઇતિહાસ રચ્યો.
આ ઉપરાંત ભારતની આજે મહિલા ગોલ્ફ ટીમ કે જેમાં પ્રણવી ઉર્સ, અદિતિ અશોક અને દીક્ષા ડાગરની ટીમે ભાગ લીધો હતો તેઓએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતને આજે વધુ એક સિલ્વર અંતિમ પંઘાલે (કુસ્તી)આપ્યો.
આજે નીરજ ચૌહાણ તિરંદાજીની પુરુષોની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં અને દિપક પુનિયાએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
ભારતનો ૨૦૨૩ની એશિયન ગેમ્સ કરતા નબળો દેખાવ છે કેમ કે તે ગેમમાં ભારતે ૨૮ ગોલ્ડ સહીત કુલ ૧૦૮ મેડલ જીત્યા હતા.આ વખતે ટેનિસમાં ભારતને ૪૦ વર્ષ પછી એક પણ મેડલ નથી. તેવી જ રીતે ટેબલ ટેનિસમાં એક મેડલ જ જીત્યો, બેડમિન્ટનમાં પણ તેવી જ સ્થિતિ રહી. સૌથી મોટો ફટકો એથલેટિક્સ અને સ્વિમિંગમાં જોવા મળ્યો. તિરંદાજી, શુટિંગ, બોક્સિંગ, ક્રિકેટ, કબડ્ડી, હોકી, કુસ્તી, ગોલ્ફ, રોવિંગ, સ્કવોશ, માર્શલ આર્ટ વગેરેમાં કોઈને કોઈ મેડલ ભારતના ખેલાડીઓ જીત્યા.
શુટિંગમાં મનુ ભાકરની, બેડમિન્ટનમાં પી. વી. સિંધુની નિષ્ફળતાની નોંધ લેવાઈ.

ભારત મેડલ ટેબલ ટોચના ચાર દેશમાં સામેલ

દેશ
ગોલ્ડ
સિલ્વર
બ્રોન્ઝ
કુલ
ચીન
૧૬૯
૮૯
૮૩
૩૪૧
જાપાન
૮૩
૯૫
૯૧
૨૬૯
દ.કોરિયા
૩૯
૪૩
૬૮
૧૫૦
ભારત
૨૧
૨૭
૩૭
૮૫
ઉઝબેકિસ્તાન
૨૧
૨૫
૨૪
૭૦
ઈરાન
૧૯
૧૮
૧૫
૫૨
થાઇલેન્ડ
૧૮
૧૩
૨૧
૫૨
કઝાકિસ્તાન
૧૨
૨૪
૪૮
૮૪
હોંગકોંગ
૧૧
૧૯
૨૪
૫૪
બહેરિન
૧૧
૫
૬
૨૨