- ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થતાં એશિયાઈ દેશોમાંથી સૌથી ઓછો ટેરિફ આપનાર ભારત જ એક માત્ર દેશ બની રહેશે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન એક વ્યાપારી સમજૂતી પર સહમત થઈ ગયા છે. તેની નીચે, ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવું બંધ કરશે અને વેનેઝૂએલા તથા પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. તેના બદલામાં અમેરિકા ભારતીય ચીજો પરનો હાલનો ૫૦ ટકા ટેરિફ ઘટાડી ૧૮ ટકા કરશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતીય ચીજો પર માત્ર ૧૮ ટકા જ ટેરિફ અમેરિકાએ લગાડયો હોવાથી ભારતના ૧.૪ અબજ લોકો તરફથી હું પ્રમુખ ટ્રમ્પને ધન્યવાદ આપું છું. દુનિયાનાં બે મહાન પ્રજાતંત્રો અને તેમના અર્થતંત્રો સાથે મળીને કામ કરે તો, પારસ્પરિક રૂપે, લાભપ્રદ સહકાર માટે અપાર અવસર ખુલશે.
નવી સમજૂતી પછી ભારત હવે પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેતનામ સહિત અન્ય મુખ્ય એશિયાઈ અર્થતંત્રોની તુલનામાં ટ્રમ્પ દ્વારા લગાડાયેલો સૌથી ઓછો ટેરિફ હશે.
ભારત ઉપર જે ૧૮ ટકા ટેરિફ લગાડાયો છે તે યુએસના યુરોપીય પાર્ટનર દેશો તથા જાપાન અને સાઉથ કોરિયા પર લગાડાયેલા ટેરિફથી થોડો જ વધારે છે.
અમેરિકા દ્વારા લગાડાએલા સૌથી વધુ ટેરિફમાં બ્રાઝિલ (૫૦ ટકા), મ્યાનમાર (૪૦ ટકા), લાઓસ (૪૦ ટકા), ચીન (૩૭ ટકા) તથા દક્ષિણ આફ્રિકા (૩૦ ટકા), વિયેતનામ (૨૦ ટકા), બાંગ્લાદેશ (૨૦ ટકા), પાકિસ્તાન (૧૯ ટકા) મલેશિયા (૧૯ ટકા) કમ્બોડીયા (૧૯ ટકા), અને થાઇલેન્ડ (૧૯ ટકા) જેટલો ટેરિફ સામેલ છે. જયારે એશિયન આફ્રિકન દેશોમાં ભારત ઉપર હવે સૌથી ઓછો ૧૮ ટકા ટેરિફ લાગશે.


