World

પરમાણુ રહસ્યો જાણતાં 10 અમેરિકન વૈજ્ઞાનિકો ગુમ કે મોતના અહેવાલે ટ્રમ્પ સરકારનું ટેન્શન વધાર્યું

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં હાલમાં 10 વૈજ્ઞાનિકોના રહસ્યમય રીતે ગુમ થવા અને મોત મામલે ખળભળાટ મચી ગયો છે. આ મામલો માત્ર સામાન્ય વૈજ્ઞાનિકોનો નથી, પરંતુ એવા લોકોનો છે જેમની પાસે દેશના પરમાણુ અને અંતરિક્ષ સાથે જોડાયેલા અત્યંત ગુપ્ત રહસ્યો હતા. વર્ષ 2024ના મધ્યથી અત્યાર સુધીમાં એક પછી એક આ 10 વૈજ્ઞાનિકોનું ગુમ થવું અથવા શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવવું, હવે એક મોટો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. વ્હાઇટ હાઉસે પણ આ બાબતની ગંભીરતાને સ્વીકારતા પોતાની સંબંધિત એજન્સીઓ પાસે આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરમાણુ રહસ્યો જાણતાં 10 અમેરિકન વૈજ્ઞાનિકો ગુમ કે મોતના અહેવાલે ટ્રમ્પ સરકારનું ટેન્શન વધાર્યું

America: અમેરિકામાં હાલમાં 10 વૈજ્ઞાનિકોના રહસ્યમય રીતે ગુમ થવા અને મોત મામલે ખળભળાટ મચી ગયો છે. આ મામલો માત્ર સામાન્ય વૈજ્ઞાનિકોનો નથી, પરંતુ એવા લોકોનો છે જેમની પાસે દેશના પરમાણુ અને અંતરિક્ષ સાથે જોડાયેલા અત્યંત ગુપ્ત રહસ્યો હતા. વર્ષ 2024ના મધ્યથી અત્યાર સુધીમાં એક પછી એક આ 10 વૈજ્ઞાનિકોનું ગુમ થવું અથવા શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવવું, હવે એક મોટો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. વ્હાઇટ હાઉસે પણ આ બાબતની ગંભીરતાને સ્વીકારતા પોતાની સંબંધિત એજન્સીઓ પાસે આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

સરકાર આ મામલાના મૂળ સુધી જશે

ચોંકાવનારી બાબત એ છે કે, આ તમામ વૈજ્ઞાનિકો એવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હતા, જેનો સીધો સંબંધ અમેરિકાની સુરક્ષા અને ગુપ્ત હથિયારો સાથે હતો. જ્યારે એક પછી એક આવા ખાસ લોકો સાથે આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટી, ત્યારે સવાલ ઊઠવા લાગ્યા કે શું આ બધા પાછળ કોઈ એક જ કડી જોડાયેલી છે? વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સ્પષ્ટ કર્યું છે કે વહીવટીતંત્ર આ મામલાને નજરઅંદાજ કરી શકે નહીં અને જો આ અહેવાલો સાચા હશે, તો સરકાર આ મામલાના મૂળ સુધી જશે.

શું આ કોઈ મોટું ષડયંત્ર છે?

આ સમગ્ર રહસ્યનો ખુલાસો ત્યારે થયો જ્યારે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગમાં પત્રકાર પીટર ડૂસીએ સીધો સવાલ પૂછ્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે, વર્ષ 2024થી જે 10 વૈજ્ઞાનિકોએ જીવ ગુમાવ્યા છે અથવા ગુમ થયા છે, તેમની પાસે  ક્લાસિફાઇડ પરમાણુ માહિતી હતી, તો શું સરકાર આ અંગે તપાસ કરી રહી છે? તેમના જવાબમાં કેરોલિન લીવિટે સ્વીકાર્યું હતું કે, મેં આ રિપોર્ટ જોયો છે અને ટૂંક સમયમાં સુરક્ષા એજન્સીઓ સાથે વાત કરીને આનો જવાબ આપીશ. સરકાર માટે આ મામલો 'વર્થ લુકિંગ' (Worthy looking) એટલે કે ગંભીરતાથી તપાસવા જેવો છે.

આ પણ વાંચો: ઈટાલીના વિપક્ષે ટ્રમ્પના ધજિયા ઉડાવ્યા, મેલોની વિશે ટિપ્પણી મુદ્દે કહ્યું- અપમાન સાંખી નહીં લેવાય

હવે દરેકના મનમાં માત્ર એ જ સવાલ છે કે શું અમેરિકા વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે? આટલા ખાસ વૈજ્ઞાનિકોનું ગુમ થવું એ કોઈ મોટા જોખમનો સંકેત તો નથી ને? 12 વર્ષનું બાળક પણ સમજી શકે છે કે જો પરમાણુ રહસ્યો જાણનારા લોકો જ સુરક્ષિત નથી, તો મામલો કેટલો ગંભીર છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર એ જ વાત પર છે કે આખરે અમેરિકાના આ 'માસ્ટરમાઇન્ડ' વૈજ્ઞાનિકોને થયું શું છે.