World

ઈરાનનું વધશે ટેન્શન ! ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં યોજાશે મહત્ત્વની બેઠક

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના પૂર્વ પીએમ બેન્જામિન નેતન્યાહૂ મંગળવારે વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસમાં મહત્ત્વપૂર્ણ બેઠક કરશે. નેતન્યાહૂનો ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ 7મો અમેરિકા પ્રવાસ છે. આ બેઠકમાં ઈરાન સામે આકરા નિર્ણયો લેવાઈ શકે છે. અમેરિકા-ઈરાન સંઘર્ષના 5 મહિના પૂરા થતા, આ બેઠક મિડલ ઈસ્ટના ભવિષ્ય માટે નિર્ણાયક ગણાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનનું વધશે ટેન્શન ! ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં યોજાશે મહત્ત્વની બેઠક

Donald Trump - Benjamin Netanyahu White House Meeting : ઈઝરાયેલના પૂર્વ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ મંગળવારે વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્ત્વની બેઠક કરશે. ઈઝરાયેલી પીએમ કાર્યાલયના જણાવ્યા મુજબ, નેતન્યાહૂ સોમવારે અમેરિકાના સત્તાવાર પ્રવાસે રવાના થશે. તેઓ રિપબ્લિકન સીનેટર લિન્ડસે ગ્રાહમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.

નેતન્યાહૂનો 7મો અમેરિકા પ્રવાસ

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વ્હાઈટ હાઉસ ખાતે નેતન્યાહૂની આ 7મી મુલાકાત છે. વિશ્વના અન્ય કોઈ પણ નેતા કરતાં આ સંખ્યા સૌથી વધુ છે, જે ઈઝરાયેલ પ્રત્યે ટ્રમ્પ પ્રશાસનની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. એવા પણ અહેવાલો છે કે, આ બેઠકમાં ઈરાન સામે આકરો નિર્ણય લેવાની પણ સંભાવના છે.

ઈરાન સાથે વધી રહેલો સંઘર્ષ

અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા એમઓયુ હેઠળનો સીઝફાયર તૂટ્યા બાદ વાતાવરણ વધુ ગરમાયું છે. ઈઝરાયેલે આ કરારનો વિરોધ કર્યો હતો. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે, જેના જવાબમાં ઈરાને પણ પ્રહારો કર્યા છે. તાજેતરમાં જ જોર્ડનમાં એક અમેરિકી બેઝ પર થયેલા હુમલામાં 3 યુએસ સૈનિકોના મોત થયા હતા.

મિડલ ઈસ્ટના ભવિષ્ય માટે નિર્ણાયક બેઠક

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને 5 મહિના પૂરા થવા આવ્યા છે ત્યારે ટ્રમ્પ અને નેતન્યાહૂની આ બેઠક ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈઝરાયેલ સીધું જોડાશે કે કેમ તેને લઈને ઈરાનમાં ચિંતા વધી છે. આ બેઠકના નિર્ણયોથી ઈરાન સહિત સમગ્ર અરબ જગતનું રાજકીય ચિત્ર નક્કી થઈ શકે છે.