World
એઆઈની અસર : એમેઝોન અને ઉબરમાં મોટાપાયે છટણીની તૈયારી
By GS Team
24 Jul 20261 min read
કેલિફોર્નિયામાં AIના વધતા ઉપયોગથી ટેક કંપનીઓમાં છટણીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. એમેઝોને AGI ટીમમાં ફરી કર્મચારીઓ ઘટાડ્યા છે, જ્યારે ઉબરે કસ્ટમર સપોર્ટ વિભાગના 10% કર્મચારીઓની છટણી કરી છે. આ નિર્ણય AI-સંબંધિત પ્રોજેક્ટ્સને વધુ કાર્યક્ષમ બનાવવા અને ગ્રાહક-કેન્દ્રિત પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવાયો છે. જાન્યુઆરીમાં એમેઝોને 16,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

- એમેઝોનમાં છટણીનો રાઉન્ડ ટુ
- 2026માં એઆઈને કારણે ટેક સેક્ટરમાં રેકોર્ડ નોકરીઓ ઘટી : ઉબરે કસ્ટમર સપોર્ટ ટીમની સંખ્યા 10 ટકા ઘટાડી
કેલિફોર્નિયા : આટફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં કર્મચારીઓની છટણી વધવાની શક્યતા છે. હવે, એમેઝોન અને ઉબર જેવી કંપનીઓએ વધુ કર્મચારીઓ ઘટાડવાના સંકેત આપ્યા છે.
એમેઝોને તેની આટફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ ટીમમાં ફરી એકવાર છટણી શરૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એઆઈ સંબંધિત પ્રોજેક્ટસને વધુ અસરકારક બનાવવા અને કસ્ટમર્સને અસર કરનારા પ્રોજેક્ટસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવામાં આવ્યો છે. જોકે કેટલા કર્મચારીઓને તેની અસર થશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં એમેઝોને લગભગ ૧૬,૦૦૦ કર્મચારીઓની છટણી કરી હતી.
બીજી તરફ, ઉબરે તેના કસ્ટમર સપોર્ટ વિભાગના લગભગ ૧૦ ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પહેલી વખત સ્વીકાર્યું છે કે એઆઈના વધતા ઉપયોગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમ્યુનિટી ઓપરેશન્સ ટીમના મોટાભાગના કર્મચારીઓને અસર પહોંચી છે. એઆઈને કારણે માઈક્રોસોફ્ટ, મેટા, ઓરેકલ સહિતની કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે.