World

'તમે હુમલા કરશો તો અમે છોડી દેવાના નથી...', ઈરાને બહેરીન-કુવૈતમાં અમેરિકન સૈન્ય ઠેકાણે મિસાઈલો વરસાવી

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તેજ બન્યું છે. ટ્રમ્પ દ્વારા ડીલનો ઇનકાર કરાતા ઈરાનના ઠેકાણાં પર હવાઈ હુમલા થયા. વળતા પ્રહારમાં ઈરાને બહેરીનમાં અમેરિકી ફિફ્થ ફ્લિટ પર મિસાઈલ છોડી, જેમાં અમેરિકાને મોટું નુકસાન થયાનો દાવો છે. ઈરાને હોર્મુઝમાં અમેરિકન ડ્રોન MQ-9 તોડી પાડવાનો વીડિયો પણ શેર કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'તમે હુમલા કરશો તો અમે છોડી દેવાના નથી...', ઈરાને બહેરીન-કુવૈતમાં અમેરિકન સૈન્ય ઠેકાણે મિસાઈલો વરસાવી

Iran and USA War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ સૌની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે ત્યારબાદથી ઈરાનના અનેક ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે. ત્યારે ઇરાને પણ હવે વળતો પ્રહાર કરતા અમેરિકાની શાન ઠેકાણે લાવી છે.

ઈરાની સંસદના સ્પીકરનું મોટું નિવેદન

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલીબાફે કહ્યું કે અમેરિકા અમારી વાત સાંભળી લે, જો તે હુમલા કરશે તો તેને જડબાતોડ જવાબનો સામનો કરવો પડશે. અમારા શહીદોનો સંઘર્ષ વ્યર્થ નહીં જાય. હોર્મુઝ તો ઈરાનની મરજીથી જ ચાલશે તેમાં અમેરિકાની દખલ નહીં ચલાવી લેવાય.

ઈરાને બહેરીન પર મિસાઈલો વરસાવી

અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને બહેરીનમાં અમેરિકાની ફિફ્થ ફ્લિટ પર મિસાઇલોનો વરસાદ કરી દીધો હતો. જેમાં અમેરિકાને મોટું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બહેરીનમાં અનેક જગ્યાએ વિસ્ફોટો થવાની માહિતી સામે આવી છે. ઈરાને એક વીડિયો શેર કરી હોર્મુઝમાં અમેરિકન ડ્રોન MQ-9ને ઠાર મારવાનો પણ દાવો કર્યો છે. આની સાથે કુવૈતમાં પણ સાયરનો વાગી રહ્યા છે. ત્યાં પણ ઈરાને હુમલા કર્યાની માહિતી સામે આવી રહી છે.