- બાંગ્લાદેશના સાંસદ અખ્તર હુસેને સંસદમાં કહ્યું : અત્યાર સુધીના એક્ઝિટપોલ સાચા ઠરે તો પ.બંગાળમાં ભાજપ સત્તાધીશ થવાની આશંકા છે
ઢાકા : છેલ્લા એક્ઝિટ પોલે બાંગ્લાદેશમાં પણ સાંસદોની ઊંઘ ઊડાડી દીધી છે. બાંગ્લાદેશની એનસીપીના નેતા, અખ્તર હુસેને સંસદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે જો તાજેતરના એક્ઝિટ પોલ સાચા ઠરે તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે તેવી પૂરી આશંકા છે. આથી ત્યાંની નવી સરકાર ગેરકાયદે ધૂસેલાઓને સ્વદેશ (બાંગ્લાદેશ) પાછા ધકેલી દે તેવી પૂરી આશંકા છે. આ વસાહતીઓનો સમુદ્ર બાંગ્લાદેશમાં ફરી વળશે.
અખ્તર હુસેને વધુમાં તેમ પણ કહ્યું હતું કે તેવી કોઈ ગેરન્ટી નથી કે મુસ્લીમ માઈગ્રન્ટ્સ (મુસ્લીમ વસાહતીઓ)ને ભારતમાંથી પાછા ધકેલવામાં નહીં આવે.
અખ્તર હુસેનની આ ટીકા સામે વળતા પ્રહારો કરતાં ભાજપના સાંસદ નીશીકાંત દૂબેએ તૃણમૂલ કોંગ્રેસ ઉપર પણ ટીકાઓનો ધોધ વરસાવ્યો હતો અને કહ્યું હતું કે અખ્તર હુસેનનાં તે વિધાનો જ સ્પષ્ટ કરી દે છે કે પશ્ચિમ બંગાળમાં ગેરદાયદે ઘૂસણખોરો હોય જ છે અને તેને પાર્ટી (તૃણમૂલ)ના સમર્થકોનો જ ટેકો છે. પરંતુ અખ્તર હુસૈનનાં આ વિધાનો જ ડેન્જરસ છે.
અખ્તર હુસેનની આ ટીકાઓ વિવિધ સર્વે ઉપર આધારિત હોઈ શકે કે જેમાં ભાજપ પ્રબળ દેખાવ કરી શકે તેમ છે. 'ચાણક્ય' જણાવે છે કે ૨૯૪ સભ્યોની પ. બંગાળની વિધાનસભામાં ભાજપને ૧૯૨ બેઠકો મળવા સંભવ છે. તૃણમૂલને ૧૦૦ સીટ મળી શકે તેમ છે. જ્યારે અન્ય પક્ષોને માત્ર બે જ સીટ મળી શકે તેમ છે. ૨૯ મી એપ્રિલે પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજો અને છેલ્લો તબક્કો પૂરો થયા પછી આ પૂર્વાનુમાનો (એક્ઝિટ પોલ) પ્રસિદ્ધ કરાયાં હતાં.


