World

જો અમેરિકા યુદ્ધ ચાલુ રાખશે તો વ્યાપક આક્રમણ કરાશે ઃ ઇરાનના સર્વોચ્ચ નેતાના સલાહકારની ધમકી

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના હુમલા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસીન રેઝાઈએ ધમકી આપી છે કે, જો અમેરિકા 2-3 દિવસમાં હુમલા નહીં રોકે તો ઈરાન સંપૂર્ણ યુદ્ધ શરૂ કરશે. અમેરિકાએ ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મિલિટરી ટાવર તોડી પાડ્યા છે. જેના જવાબમાં ઈરાને UAE, બહેરીન અને જોર્ડનમાં અમેરિકી મથકો પર મિસાઈલ હુમલા કર્યા. ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પણ બંધ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જો અમેરિકા યુદ્ધ ચાલુ રાખશે તો વ્યાપક આક્રમણ કરાશે ઃ ઇરાનના સર્વોચ્ચ નેતાના સલાહકારની ધમકી

તહેરાન: જો અમેરિકા આગામી બે કે ત્રણ દિવસ સુધી આક્રમણ ચાલુ જ રાખશે તો અમે દુશ્મનો સામે વ્યાપક યુદ્ધ (ફૂલ-સ્કેલ-વોર) શરૂ કરી દેશું તેમ સ્પષ્ટ ધમકી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ મોજતબા ખામેનીના વરિષ્ઠ સલાહકાર મોહસીન રેઝાઈએ 'ટ ' પોસ્ટ ઉપર આપી હતી. તેઓએ લખ્યું આવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તો અમે માત્ર પ્રતિઆક્રમણ (બચાવ) કરી બેસી નહીં રહીએ. અમે વ્યાપક યુદ્ધ શરૂ કરીશું અને અમે એવું પ્રચંડ વ્યાપક યુદ્ધ શરૂ કરી દેશું.
દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તીવ્ર બનતું જાય છે. અમેરિકાએ ઈરાનનાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને મિલિટરી ટાવર્સ તોડી નાખ્યા છે. દૂરસંચાર તેમજ ટીવી ટાવર્સ જે ઈરાનનાં મહત્વના બંદર, બંદર અબ્બાસ પાસે હતા તેનો ખાતમો થઈ ગયો છે.
અમેરિકાના આ હુમલાના જવાબમાં વળતા પ્રહાર રૂપે ઈરાને અમેરિકાના સાથી જેવા યુ.એ.ઈ.માં રહેલાં અમેરિકી મથકો ઉપર મિસાઇલ હુમલા શરૂ કરી દીધા છે. તેણે તેના હુમલાઓમાં, યુએઈ ઉપરાંત બહેરિન અને જોર્ડન ઉપર પણ મિસાઇલ્સ દાગ્યા હતા.
ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકી હુમલામાં ૧૨થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા, અનેક ઘાયલ થયા છે.
અમેરિકાએ હુમલા શરૂ કર્યા પછી ઈરાને સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ બંધ કરી દીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં તેના સૈનિકોને પણ ઈજાઓ થઈ છે.
બીજી તરફ ઈરાને સ્ટેઇટસ ઓફ હોર્મુઝ સજ્જડ બંધ કરી દીધી છે. પરિણામે બેરલ દીઠ ક્રૂડ તેલના ભાવ ફરી ઉંચકાયા છે.
જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે ઇરાનમાં વધુને વધુ વિજયો મેળવતા જઈએ છીએ. અમારી મહેનતનાં પરિણામો તમોને ટૂંક સમયમાં જ જાણવા મળશે.