World

એન્ટાર્કટિકામાં બે વર્ષમાં બરફના સર્જનની પ્રક્રિયા વધી : આઇસ શેલ્ફ તૂટવાની ઘટના ઓછી થઇ

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈ: ૧૯૭૯ થી ૨૦૨૩ દરમિયાન એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડમાંથી ૧૧,૩૦૯ અબજ ટન બરફ ઓછો થયો છે. નાસા અને નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટીના સંશોધન મુજબ, આના કારણે સમુદ્રની સપાટી ૩૧.૪ મિલિમીટર વધી છે, જે દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક છે. જોકે, એન્ટાર્કટિકામાં બરફ સર્જન વધ્યાના પણ સંકેતો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્ટાર્કટિકામાં બે વર્ષમાં બરફના સર્જનની પ્રક્રિયા વધી : આઇસ શેલ્ફ તૂટવાની ઘટના ઓછી થઇ
  • ૧૯૭૯ થી ૨૦૨૩ દરમિયાન એન્ટાર્કટિકામાં અને ગ્રીનલેન્ડમાં ૧૧,૩૦૯ અબજ ટન બરફ ઓછો થઇ ગયો ઃ સમુદ્રની સપાટી ૩૧.૪ મિલિમીટર વધી

મુંબઇ : સમગ્ર વિશ્વ માટે ઘેરી ચિંતાના સમાચાર એ છે કે પૃથ્વીના સૌથી ઠંડાગાર સ્થળ એન્ટાર્કટિકામાં અને ગ્રીનલેન્ડમાં છેલ્લાં ૪૪ વર્ષ (૧૯૭૯ થી ૨૦૨૩) દરમિયાન ૧૧,૩૦૯ અબજ ટન બરફનો અતિ અતિ વિપુલ જથ્થો ઓછો થઇ ગયો છે. ન માની શકાય તેવી ઘટના તો એ બની છે કે બરફનો આટલો અતિ વિપુલ જથ્થો વિશ્વભરના સમુદ્રોમાં વહી ગયો છે. પરિણામે સમુદ્રોની સપાટીમાં ૩૧.૪ મિલિમીટર જેટલો વધારો પણ થયો છે.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટી(બ્રિટન) દ્વારા થયેલા સહિયારા સંશોધન દ્વારા આ વિગતો જાણવા મળી છે.
આઇસ શીટ માસ બેલેન્સ ઇન્ટરકમ્પેરિઝન એક્સરસાઇઝ (આઇ.એમ.બી.આઇ.ઇ.) અંતર્ગત થયેલા આ સંશોધનની વિગતો આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત સાયન્ટિફિક ડાટા નામના મેગેઝીનમાં પ્રસિદ્ધ થઇ છે.
આ વિશિષ્ટ સંશોધનમાં પોલાર સાયન્ટિસ્ટસની ટીમ દ્વારા વિશ્વના જુદા જુદા દેશના કુલ ૨૭ સેટેલાઇટ્સની ઇમેજીસનો ગહન અભ્યાસ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં એવી વિગતો છે કે ૪૪ વર્ષ દરમિયાન ગ્રીનલેન્ડમાં ૬,૨૧૫ અબજ ટન, જ્યારે એન્ટાર્કટિકામાં ૪,૭૮૦ અબજ ટન બરફ ઓછો થયો છે. આટલો વિપુલ માત્રામાં બરફ સમુદ્રમાં જવાથી ગ્રીનલેન્ડના સમુદ્રની સપાટીમાં ૧૮.૧ મિલિમીટરનો, જ્યારે એન્ટાર્કટિકાના સમુદ્રની સપાટીમાં ૧૩.૩ મિલિમીટરનો વધારો થયો છે.
આ અભ્યાસનું મહત્વનું પાસું એ છે કે ૮૪ ટકા જેટલો બરફ સમુદ્રની સપાટીના વધેલા તાપમાનને કારણે પીગળીને દરિયામાં વહી ગયો છે. આ બરફનું સ્વરૂપ હીમનદીનું હતું. જ્યારે જે ૧૬ ટકા જેટલો બરફ ઓછો થયો તે જમીન પરનો હતો.
આઇ.એમ.બી.આઇ.ઇ.ના સ્થાપક અને નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ જ્યોગ્રોફી એન્ડ નેચરલ સાયન્સના વડા એન્ડ્રુ શેફર્ડે કહ્યું છે કે આટલો બધો બરફ ઓછો થવાથ વિશ્વભરના સમુદ્રોની સપાટીમાં વધારો થયો છે તે પરિવર્તન ચિંતાજનક સંકેત છે. આમ તો સમુદ્રની સપાટીમાં ત્રણ મિલિમીટરનો વધારો થયો છે તે ફેરફાર સામાન્ય લાગે પણ દરિયાકાંઠે વસતાં ૬૦ - ૯૦ લાખ લોકોના જીવન માટે બહુ મોટો ખતરો છે. હજી પણ ભવિષ્યમાં બરફ પીગળવાની પ્રક્રિયા વધે તેવી પૂરી શક્યતા છે ત્યારે લાખો નાગરિકોનું રક્ષણ કરવાની સચોટ વ્યવસ્થા પણ વિચારવી જરૂરી છે.
બીજીબાજુ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ જીઓમેગ્નેટિઝમ(આઇ.આઇ.જી.-- નવી મુંબઇ) ના સિનિયર વિજ્ઞાાની(નિવૃત્ત) અને સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતના એન્ટાર્કટિકાના કાયમી સંશોધન કેન્દ્ર ભારતી(એન્ટાર્કટિકામાં ભારતનાં ભારતી અને મૈત્રી એમ બે સંશોધન કેન્દ્ર છે) માં કુલ ૧૨ વખત જઇ આવેલા અજય ધરે ગુજરાત સમાચારને એવી વિશેષ માહિતી આપતાં કહ્યું છે કે છેલ્લા બે -- ત્રણ વર્ષ દરમિયાન એન્ટાર્કટિકામાં બરફનું સર્જન થવાની કુદરતી પ્રક્રિયામાં વધારો થયો છે. સાથોસાથ એન્ટાર્કટિકામાં બરફની તોતિંત છાજલી( સમુદ્રમાં તરતી બરફની વિશાળ પાટ) તૂટવાની પ્રક્રિયામાં પણ ઘટાડો નોંધાયો છે.
હા, આજથી થોડાંક વર્ષ દરમિયાન એન્ટાર્કટિકામાં અને ગ્રીનલેન્ડમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. મહત્તમ તાપમાનમાં વધારો થવાથી બરફની િ વશાળ છાજલી તૂટવાની અને બરફનો વિપુલ જથ્થો સમુદ્રમાં ંઠલવાઇ રહ્યો હોવાની ઘટના વધી હતી ખરી. જોકે હાલની પરિસ્થિતિમાં સુધારો થયો છે.
બીજું, નોર્થુમ્બ્રિયા યુનિવર્સિટી(બ્રિટન) દ્વારા જે અભ્યાસ થયો છે તેમાં જુદા જુદા દેશના કુલ ૨૭ સેટેલાઇટ્સની ઇમેજીસના આધારે થયો છે. સેટેલાઇટ્સની ઇમેજીસના અને ગ્રાઉન્ડ લેવલ( જમીન પર) ના અભ્યાસમાં ઘણો તફાવત હોય છે. સરળ રીતે સમજીએ તો ગ્રાઉન્ડ લેવલના અભ્યાસમાં નજર સામે સચોટ માહિતી મળે છે. આમ છતાં પૃથ્વીના વિરાટ ગોળા પરનું તાપમાન વધી રહ્યું છે.હિમાલય સહિત યુરોપની બરફીલી પર્વતમાળામાં બરફ ઓગળી રહ્યો છે તે પણ ચિંતાજનક બાબત છે.