World

IAFના સુખોઈ-30MKI ને મળશે નવું અપગ્રેડ, પાડોશી દેશ ચીન અને દુશ્મન પાકિસ્તાનનું વધ્યું ટેન્શન

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ભારત હવે Su-30MKI ફાઈટર જેટને 'સુપર સુખોઈ' તરીકે અપગ્રેડ કરશે, જેનાથી ચીન-પાકિસ્તાનની ચિંતા વધશે. DRDO દ્વારા વિકસિત સ્વદેશી 'રડાર એબ્સોર્બન્ટ મટિરિયલ' (RAM) થી રડાર સિગ્નેચર ઘટશે. 'વિરૂપાક્ષ' AESA રડાર 400 KM દૂરના લક્ષ્યો ટ્રેક કરશે. આ અપગ્રેડથી ભારતીય વાયુસેનાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, અને તે J-20 જેવા સ્ટેલ્થ જેટ સામે વધુ શક્તિશાળી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

IAFના સુખોઈ-30MKI ને મળશે નવું અપગ્રેડ, પાડોશી દેશ ચીન અને દુશ્મન પાકિસ્તાનનું વધ્યું ટેન્શન

Super Sukhoi Upgrade India Su30MKI: સુખોઈ-30MKI ને હવે એવું અપગ્રેડ મળવા જઈ રહ્યું છે, જે ચીન અને પાકિસ્તાનની ચિંતા વધારી શકે છે. 'સુપર સુખોઈ' પ્રોગ્રામ હેઠળ વિમાનના રડાર સિગ્નેચરને ઘટાડવા માટે સ્વદેશી 'રડાર એબ્સોર્બન્ટ મટિરિયલ' (RAM) નો ઉપયોગ કરવામાં આવશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેનાથી દુશ્મનના રડાર પર સુખોઈની ઓળખ પહેલા કરતા ઘણી મોડી થશે. આ સાથે 'વિરૂપાક્ષ' AESA રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને અન્ય નવી ટેકનોલોજી પણ તેમાં સામેલ કરવામાં આવશે. ચીનના J-20 જેવા સ્ટેલ્થ ફાઇટર જેટ સામે આ ભારતની તાકાતમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.

રડાર માટે નાનું દેખાશે સુખોઈ

ઇન્ડિયન એરફોર્સ (IAF) પાસે 260 થી વધુ સુખોઈ-30MKI વિમાનો છે. ભારતે આ વિમાનોને નવી ટેકનોલોજીથી સજ્જ કરવા માટે 'સુપર સુખોઈ' કાર્યક્રમ શરૂ કર્યો છે. તેનો એક મોટો ભાગ રડાર ક્રોસ સેક્શન (RCS) ઘટાડવાનો છે.

મટિરિયલ કોટિંગ: DRDOની જોધપુર સ્થિત ડિફેન્સ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવેલ પોલિયુરેથેન આધારીત રડાર એબ્સોર્બન્ટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે, જે રડાર તરંગોને સોષી લેવામાં મદદ કરે છે.

RCSમાં ઘટાડો: આ નવી કોટિંગથી સુખોઈના ફ્રન્ટલ RCS માં લગભગ 50 થી 70 ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ છે.

દુશ્મનને નહીં મળે સમય: સુખોઈ સંપૂર્ણ સ્ટેલ્થ વિમાન નહીં બને, પરંતુ દુશ્મન દેશોના રડાર તેને ખૂબ નજીક આવ્યા બાદ જ ટ્રેક કરી શકશે.

400 KM થી વધુ દૂર જોઈ શકશે નવું રડાર

સુપર સુખોઈની ખરી તાકાત તેમાં લગાવવામાં આવનાર સ્વદેશી 'વિરૂપાક્ષ' AESA રડાર છે.

ટેકનોલોજી: આ રડાર ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) ટેકનોલોજી પર આધારિત છે, અને તેમાં લગભગ 2,400 ટ્રાન્સમિટ-રિસીવ મોડ્યુલ હશે.

રેન્જ: તે 400 કિલોમીટરથી વધુ અંતરે રહેલા લક્ષ્યોને સરળતાથી ટ્રેક કરવાની ક્ષમતા આપશે, જે જૂના 'બાર્સ' (Bars) રડાર કરતા ઘણું આગળ છે.

ચીનના J-20 અને પાકિસ્તાન સામે વધશે તાકાત

ચીનના 5મી પેઢીના J-20 સ્ટેલ્થ ફાઇટર જેટ સામે ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી સેન્સર, ઇલેક્ટ્રોનિક વોરફેર અને લાંબા અંતરની 'અસ્ત્ર' (Astra) મિસાઇલ ક્ષમતા મળશે. આ સાથે જ વિમાનમાં 'ધૃતિ DR-118' ડિજિટલ રડાર વોર્નિંગ રિસિવર અને જામિંગ સિસ્ટમ ધરાવતું સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ પણ સામેલ કરવામાં આવી રહ્યું છે, જે દુશ્મનના રડારને નિષ્ક્રિય કરવામાં મદદ કરશે.