અમેરિકામાં ભારતના યાત્રી કેટલાં દિવસ રોકાઈ શકે? દૂતાવાસે કરી સ્પષ્ટતા, વિઝાના ભરોસે ના બેસતાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US VISA Stay Rules: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રના ઇમિગ્રેશન નિયમોમાં કડકાઇ વચ્ચે ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, અમેરિકા આવનારા કોઈ મુસાફર અહીં કેટલા દિવસ રોકાઇ શકે છે. દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું કે, કોઈ મુસાફરની અમેરિકામાં રોકાવાની સમયમર્યાદા વીઝાની એક્સપાયરી ડેટથી નક્કી નથી થતી. કોઈ કેટલા દિવસ અમેરિકામાં રોકાય છે, તે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારી નક્કી કરે છે.
આ પણ વાંચોઃ ભારતમાં 'SHANTI' કાયદો બનતા જ ટ્રમ્પના NDAA પર હસ્તાક્ષર, અધિકારીઓને આપ્યો આદેશ
ભારતીય દૂતાવાસે શું કહ્યું?
દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ધ્યાન રાખો! અમેરિકામાં વિદેશ યાત્રીના રોકાવાની સમય મર્યાદા કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અધિકારી નક્કી કરે છે. તેનું વીઝાની એક્સપાયરી સાથે કોઈ સંબંધ નથી. જો તમારે જાણવું છે કે, અમેરિકામાં તમે કેટલા દિવસે રોકાવ છો તો તમારે I-94 ફોર્મ જોવું પડશે. આમાં જણાવવામાં આવે છે કે, કેટલા દિવસ માટે તેની મંજૂરી આપવામાં આવી છે.
શું હોય છે I-94 ફોર્મ?
અધિકારીઓએ જણાવ્યું કે, બે મહિના પહેલાં પણ આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. તમામ બિનપ્રવાસીઓ માટે I-94 ફોર્મ ભરવું જરૂરી હોય છે. જેમાં જણાવવામાં આવે છે કે, મુસાફરીને કેટલા દિવસ અમેરિકામાં રોકાવાની મંજૂરી મળે છે. આ તારીખ વીઝાની એક્સપાયરી ડેટથી અલગ હોય શકે છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી અનુસાર, સમુદ્ર અથવા હવાઇ રસ્તાથી અમેરિકા આવનારા યાત્રીઓને ઇલેક્ટ્રોનિક I-94 ફોર્મ આપવામાં આવે છે અને આના માટે કોઈ અરજીની જરૂર નથી હોતી.
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં ગોળીબાર, 10 લોકોના મોતથી અફરાતફરી
જોકે, જમીની રસ્તાથી અમેરિકા આવનારા લોકો I-94 માટે અરજી કરતા હોય છે. બોર્ડર પર સમય બચાવવા માટે સત્તાવાર વેબસાઇટથી આ અરજી કરી શકાય છે. વળી, અમેરિકામાં ઇમિગ્રેશન વીઝાવાળા લોકોને આમાંથી છૂટ આપવામાં આવી છે. જણાવી દઇએ કે, હાલમાં જ અમેરિકન પ્રમુખે 19 દેશોના મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધા છે. જેમાં અફઘાનિસ્તાન અને સીરિયા પણ સામેલ છે.








