Johannesburg shooting: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 21 ડિસેમ્બરે સવારે અંધાધૂંધ ગોળીબારમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર, જોહાનિસબર્ગની પશ્ચિમમાં સ્થિત બેકર્સડલ ટાઉનશિપમાં આ ઘટના બની હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ છે, જેથી મૃતકોમાં વધારો થઈ શકે છે.
શું હતી ઘટના?
અહેવાલ અનુસાર, 21 ડિસેમ્બરની સવારે જોહાનિસબર્ગ નજીકની બેકર્સટલ ટાઉનશિપમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક બાર બહાર ભીડને ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. આ ઘટનામાં અનેક લોકોને ગોળીઓ વાગી હતી, જેથી ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ એપસ્ટિન ફાઇલ્સ મામલે ટ્વિસ્ટ : ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સહિત 16 મહત્ત્વની ફાઇલો ગાયબ
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ પહોંચે તે પહેલાં જ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઇમરજન્સી સેવાઓએ ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસે હુમલાની તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કારણ ઓળખાયું નથી.


