World

VIDEO: નિર્મલ પૂરજા સહિતના પર્વતારોહકો માટે બરફનું તોફાન કેવી રીતે બન્યું જીવલેણ? જુઓ દુર્ઘટના પહેલાના ફૂટેજ

By GS Team
3 Aug 20264 mins read
TukuTouch Logo
વિશ્વના પ્રખ્યાત પર્વતારોહક નિર્મલ પૂરજા અને તેમની 9 સભ્યોની ટીમનું પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની કારાકોરમ પર્વતમાળામાં બ્રોડ પીક પર હિમસ્ખલનમાં મૃત્યુ થયું છે. 43 વર્ષીય બ્રિટિશ-નેપાલી પર્વતારોહક 'નિમ્સ દાઈ' સહિત 10 પર્વતારોહકોના મૃતદેહ 5,700 મીટરની ઊંચાઈએથી મળ્યા છે. 30 જુલાઈએ હિમસ્ખલન પહેલાંની તેમની છેલ્લી તસવીર વાયરલ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: નિર્મલ પૂરજા સહિતના પર્વતારોહકો માટે બરફનું તોફાન કેવી રીતે બન્યું જીવલેણ? જુઓ દુર્ઘટના પહેલાના ફૂટેજ

Nirmal Purja Last Video: વિશ્વના પ્રસિદ્ધ પર્વતારોહક નિર્મલ પૂરજાને દુનિયા ભીની આંખો સાથે વિદાય આપી રહી છે. નિર્મલ પૂરજા અને તેમની ટીમની છેલ્લી તસવીર સામે આવી છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે ભયાનક હિમસ્ખલન (બરફના તોફાન)ના થોડા સમય પહેલાં જ લેવાયો હતો, જેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની કારાકોરમ પર્વતમાળામાં 10 પર્વતારોહકોના જીવ લઈ લીધા. વાસ્તવમાં 43 વર્ષીય બ્રિટિશ-નેપાલી પર્વતારોહક નિર્મલ પૂરજા/'નિમ્સ દાઈ' ગત અઠવાડિયે બ્રોડ પીક પર્વત પર પોતાની ટીમના અન્ય 9 સભ્યો સાથે લગભગ 5,700 મીટરની ઊંચાઈએ હિમસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં તમામ 10 લોકોના દુઃખદ અવસાન થયા છે.

ઘટના પહેલાની તસવીર વાયરલ

પાકિસ્તાનની ટૂર કંપની કારાકોરમ વિઝને પર્વતારોહકોની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. કંપનીનો દાવો છે કે આ ફોટો 30 જુલાઈએ લેવામાં આવ્યો હતો, બરાબર તે જ સમયે જ્યારે 8,051 મીટર ઊંચા બ્રોડ પીક પર હિમસ્ખલન આવવાનું હતું. કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું-

'અમારી ટીમે 30 જુલાઈએ આ વીડિયો રૅકોર્ડ કર્યો હતો, બરાબર તે દુર્ઘટના પહેલાં. અમે બેઝ કેમ્પથી જોઈ રહ્યા હતા અને સાફ દેખાઈ રહ્યું હતું કે વિશ્વના પ્રસિદ્ધ પર્વતારોહક નિર્મલ 'નિમ્સ' પૂરજા સહિત 10 આંતરરાષ્ટ્રીય પર્વતારોહકો પર્વત પર ઉપર ચઢી રહ્યા હતા.

છેલ્લું અભિયાન કેવી રીતે બન્યું જીવલેણ?

રિપોર્ટ અનુસાર, વર્ષ 2026માં બ્રોડ પીક પર ચઢાઈ કરવી તેમની શરૂઆતની યોજનાનો હિસ્સો ન હતો. તેમનો ઇરાદો પહેલા ફક્ત ગેશરબ્રુમ-2 પર ચઢવાનો હતો. પરંતુ બાદમાં તેમણે બ્રોડ પીક પર જવાનો નિર્ણય કર્યો જેથી ઓક્સિજન વગર તમામ 14 શિખરો બીજી વાર પૂરું કરવાનું લક્ષ્ય મેળવી શકે. 27 જુલાઈ 2026ના રોજ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની છેલ્લી પોસ્ટમાં માત્ર સુરક્ષિત પાછા ફરવાની પ્રાર્થના કરી હતી. જો કે, થોડા દિવસ પછી પીઓકેના બ્રોડ પીક પર લગભગ 7,000 મીટરની ઊંચાઈએ ભયાનક હિમસ્ખલન થયું, જેમાં કોઈ નિષ્ણાત અને અનુભવી પર્વતારોહક પણ ટકી શકે એમ ન હતો.

નિર્મલ પૂરજાનો મૃતદેહ મળ્યો

રેસ્ક્યુ ટીમે રવિવારે નિર્મલ પૂરજાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ગુરુવારે આવેલા હિમસ્ખલન પછી બ્રોડ પીક પર આ આંતરરાષ્ટ્રીય ટીમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ ટીમને નિર્મલ જ લીડ કરી રહ્યા હતા. એક પર્વતારોહણ ક્લબે સોશિયલ મીડિયા પર લખ્યું, 'જમીની રેસ્ક્યુ ટીમ બ્રોડ પીક પર લગભગ 5,700 મીટરની ઊંચાઈએ નિમ્સ દાઈ સુધી પહોંચી ગઈ છે. આ એ જ પર્વત હતો જેના પર તેમને ખૂબ પ્રેમ હતો, પરંતુ હવે આ જ પર્વતે તેમને અમારી પાસેથી છીનવી લીધા છે.'

એક મૃતદેહને નીચે લાવવાની શક્યતા નહીવત્

પાકિસ્તાનના બ્રોડ પીક પર્વત પર આવેલા ભયાનક હિમસ્ખલન (એવલાન્ચ) બાદ આંતરરાષ્ટ્રીય અભિયાનના તમામ 10 પર્વતારોહકોના મૃતદેહ મળી ગયા છે. જો કે, રેસ્ક્યુ ટીમ નિર્મલ પૂરજા, અન્ય બે નેપાળી, એક ચીની તેમજ અમેરિકા અને ઓમાનના પર્વતારોહકો સહિત મોટા ભાગના મૃતદેહો સ્કારદુ સુધી પહોંચાડી શકી છે. અત્યંત ખરાબ હવામાન અને જોખમી ભૌગોલિક સ્થિતિના કારણે ખૂબ ઊંચાઈ પર રહેલા બાકીના મૃતદેહોને નીચે લાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સૂત્રોના મતે, ‘બચાવ ટીમ મૃતદેહોને નીચે લાવી રહી છે, પરંતુ હાલ સ્થિતિ ખૂબ જ વિકટ છે. આ વિસ્તારની અત્યંત ખતરનાક સ્થિતિ અને ખરાબ હવામાનને જોતાં તમામ મૃતદેહો તાત્કાલિક નીચે લાવવાની શક્યતા ખૂબ ઓછી છે.

દુનિયાભરના પર્વતારોહકોમાં શોકની લહેર

નિર્મલ પૂરજાની કેમ્પેઈન કંપનીએ શનિવારે પુષ્ટિ કરી હતી કે ટીમનો કોઈ પણ સભ્ય જીવિત નથી. આ મૃતદેહોને હેલિકોપ્ટર દ્વારા સ્કાર્દુ શહેર પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ દુર્ઘટના પછી દુનિયાભરના પર્વતારોહકોમાં શોકની લહેર છે, ખાસ કરીને નેપાળમાં. બ્રિટનના યુવરાજ પ્રિન્સ વિલિયમ સહિત અનેક મોટા નેતાઓએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

કોણ હતા નિર્મલ પૂરજા?

નિર્મલ પૂરજા, જેને લોકો નિમ્સ દાઈના નામથી પણ ઓળખતા હતા, દુનિયાના સૌથી પ્રસિદ્ધ પર્વતારોહકોમાં ગણવામાં આવતા હતા. તેમનો જન્મ નેપાળના મ્યાગ્દી જિલ્લામાં થયો હતો. બાદમાં તેમણે બ્રિટિશ સેનાની ગોરખા રેજિમેન્ટ જોઇન કરી અને પછી યુકેની સ્પેશિયલ બોટ સર્વિસ(SBS)નો હિસ્સો બનનારા પહેલા નેપાળી બન્યા. સેનામાં 16 વર્ષ વિતાવ્યા પછી તેમણે પર્વતારોહણને પોતાનું નવું લક્ષ્ય બનાવ્યું અને પોતાની મહેનતથી આખી દુનિયામાં ઓળખ બનાવી.

કેવી રીતે બન્યા દુનિયાના પ્રસિદ્ધ પર્વતારોહક?

સેના છોડ્યા પછી નિર્મલ પૂરજાએ પહાડો પર ચઢાઈ શરૂ કરી. વર્ષ 2017માં તેમણે માત્ર 48 કલાકની અંદર એવરેસ્ટ, લ્હોત્સે અને મકાલુ જેવી ત્રણ મોટા શિખરો સર કરીને ઇતિહાસ રચી દીધો. આ પછી તેમણે સ્પીડ ક્લાઇમ્બિંગમાં અનેક રૅકોર્ડ બનાવ્યા. પોતાની કારકિર્દીમાં તેમણે 18થી વધુ ગિનીઝ વર્લ્ડ રૅકોર્ડ પોતાના નામે કર્યા. તેમની ઝડપી રફ્તાર, મજબૂત ઇરાદા અને કઠિન પડકારોને પૂરું કરવાની ક્ષમતાએ તેમને દુનિયાના સૌથી શ્રેષ્ઠ પર્વતારોહકોમાં સામેલ કરી દીધા.

8000 મીટર ઊંચા તમામ 14 શિખર સર કર્યા

વર્ષ 2019માં નિર્મલ પૂરજાએ Project Possible અંતર્ગત દુનિયાની 8,000 મીટરથી ઊંચા તમામ શિખર માત્ર 6 મહિના 6 દિવસમાં સર કરીને રૅકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ કર્યા બાદ તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા. વર્ષ 2021માં તેમણે સંપૂર્ણપણે નેપાળી ટીમ સાથે શિયાળામાં પહેલીવાર K2 શિખર સર કરવાનો રૅકોર્ડ પણ બનાવ્યો. આ ઉપલબ્ધિ પર નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટ્રી 14 Peaks: Nothing Is Impossible પણ બની છે.