World

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી ભારતના 60 જહાજ કેવી રીતે સુરક્ષિત નીકળ્યા? સરકારે આપી માહિતી

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી સફળતા મેળવી છે. સરકારે સંસદમાં જણાવ્યું કે, તમામ પડકારો છતાં 60 માલવાહક જહાજો સુરક્ષિત પસાર થયા. 3,972 ભારતીય નાવિકોને પણ સુરક્ષિત પાછા લવાયા. વિશ્વના 20% ક્રૂડ ઓઈલનો વેપાર આ માર્ગે થાય છે, જે ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 24x7 કંટ્રોલ રૂમ અને નૌકાદળના સતત સંપર્કથી આ શક્ય બન્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી ભારતના 60 જહાજ કેવી રીતે સુરક્ષિત નીકળ્યા? સરકારે આપી માહિતી

How India Safely Navigated 60 Ships: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં મિસાઈલ હુમલાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા અને વેપાર માર્ગોને સુરક્ષિત રાખવામાં મોટી સફળતા મેળવી છે. સરકારે સંસદમાં સત્તાવાર આંકડા જાહેર કરતા જણાવ્યું કે, તમામ સુરક્ષા પડકારો છતાં ભારત આવતા 60 માલવાહક જહાજો હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. આ ઉપરાંત ખાડી પ્રદેશમાંથી 3,972 ભારતીય નાવિકોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.

ભારત માટે શા માટે મહત્વનો છે હોર્મુઝ સ્ટ્રેટ?

પર્શિયન ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો હોર્મુઝ માર્ગ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ છે, જ્યાંથી વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઈલનો વેપાર થાય છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે 90% કાચું તેલ આ જ માર્ગેથી ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી આયાત કરે છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે તો, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને શિપિંગ ભાડા પર ભારે અસર પડી શકે તેમ હતી.

ભારત સરકારે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન?

24x7 કંટ્રોલ રૂમ: સંકટ શરૂ થતાં જ ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ કમ્યુનિકેશન સેન્ટર (MMDAC) અને 24 કલાક કાર્યરત રહેતો કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો હતો.

તમામ જહાજોને સૂચના: દરિયામાં હાજર ભારતીય જહાજોને VHF ચેનલ-16 પર નજીકના ભારતીય નૌકાદળ અથવા સાથી દેશોના યુદ્ધજહાજો સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી હતી.

મદદનો સતત પ્રવાહ: કંટ્રોલ રૂમ શરૂ થયા બાદથી અત્યાર સુધી ભારતીય નાવિકો અને તેમના પરિવારજનો તરફથી 15,771 ટેલિફોન કોલ્સ અને 36,499 ઈમેઈલ્સ પ્રાપ્ત થયા હતા, જેનું યોગ્ય રીતે સંકલન કરી સહાય પૂરી પાડવામાં આવી હતી.

સરકારના આ સઘન મોનિટરિંગ અને રક્ષણાત્મક પગલાંના કારણે જ ક્ષેત્રીય અસ્થિરતા વચ્ચે પણ ભારતની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સામાન્ય રહી છે.