હુથીનું ડ્રોન ઈન્ટરસેપ્ટ થયું : વળતા પ્રહારમાં તેણે સઉદીનું F/15 ફાયટર-જેટ વિમાન તોડી પાડયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બુધવારે હુથી-સઉદી સંઘર્ષ તીવ્રતાએ પહોંચ્યો
- ઈરાનનાં પીઠબળવાળા હુથીઓ સઉદીએ સ્થાપેલી યમની સરકાર સામે પણ રણે ચઢ્યા છે : રાતા સમુદ્રનાં પ્રવેશદ્વાર અને તેની ઉત્તરે કબ્જો જમાવ્યો છે
રિયાધ : સઉદી અરેબિયા અને યમનના હુથી વિપ્લવવાદીઓ વચ્ચેનો સંઘર્ષ બુધવારે તીવ્રતાએ પહોંચ્યો હતો. હુથીઓએ કહ્યું હતું કે યમનના મારિબ પ્રાંતમાં તેમણે સઉદીઓનું એફ-૧૫ ફાયટર જેટ તોડી પાડયું છે. હુથીએ આ કૃત્ય કર્યું હોવા પાછળનું કારણ સઉદીએ મક્કા તરફ જતું હુથીનું ડ્રોન વિમાન તોડી પાડયું હોવાનું જાણવા મળ્યું છે.
હુથીના સૈન્યના પ્રવકતા યાહ્યા સરીએ સોશ્યલ મીડીયા ઉપર જણાવ્યું હતું કે સઉદી અરેબિયાએ તો અમારી ઉપર ૪૫૦ જેટલાં મિસાઇલ્સ છોડયાં છે અમે સ્વનીર્મિત એર-ટુ-એર મિસાઇલ દ્વારા સઉદીનું એફ-૧૫ વિમાન તોડી પાડયું હતું. આ સાથે યાહ્યા સરીએ સઉદીનો તે દાવો ફગાવી દીધો હતો કે હુથીનું ડ્રોન મક્કા-શરીફ ઉપર હુમલો કરવા જઈ રહ્યું હતું.
સઉદીનાં નેતૃત્વ નીચેનાં સંગઠનનાં સૈન્યના પ્રવક્તા મેજર જનરલ તુર્કી મલ્કીએ હુથીઓનાં આ કૃત્યને ત્રાસવાદી કૃત્ય કહેતાં તૂર્કી મિલિશિયાને પણ 'ટેરરિસ્ટ હૂથી મિલિશિયા' કહ્યું હતું.
આ સંગઠને તેવો પણ દાવો કર્યો હતો કે મક્કા-શરીફ ઉપર હુમલો કરવાનો હુથીઓનો આ બીજો પ્રયાસ છે. જોકે હુથીઓએ તે દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે અમો ચૂસ્ત મુસ્લીમો છીએ અમો ઇસ્લામનાં પવિત્રતમ સ્થળો ઉપર હુમલો કરવાનું કલ્પી પણ શકીએ નહીં.
હવે તો હુથીઓ ઝનૂને ચઢ્યા છે. જુલાઈ ૨૭, ૨૦૧૭માં તેમણે મક્કા શરીફ ઉપર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો તેવા સઉદી અધિકારીના વિધાનોથી ખૂન્નસે ભરાયા છે. તેમણે રાતા સમુદ્રમાંથી અરબી સમુદ્રમાં જતા જળમાર્ગ 'બાબ-અલ-મંડલ' ઉપર તો કબ્જો જમાવી જ દીધો છે, પરંતુ તેથી ઉત્તરના તટપ્રદેશ ઉપર પણ કબ્જો કર્યો છે. તેઓ સઉદીએ યમનમાં સ્થાપેલી સરકારને 'કઠ-પૂતળી સરકાર' કહે છે, અને તેની સામે પણ યુદ્ધ છેડી દીધું છે. આ હુથીઓને હમાસ તેમજ લેબેનોનના વિપ્લવીઓને ઈરાન અઢળક શસ્ત્રો અને પૈસા આપે છે. તે સર્વવિદિત છે. હવે સઉદી તેલ પણ બંધ થતાં તેલના ભાવ ઉંચકાઈ રહ્યા છે.




