રાતા સમુદ્રમાં સઉદીનાં એક વધુ ટેન્કર પર હૂતીનો હૂમલો : 13 દિવસમાં 8મો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇરાન સમર્થિત હૂતી વિપ્લવીઓએ રાતા સમુદ્રમાં નાકાબંધી કરી મંગળવારે ભારતીય ધ્વજ ફરકાવતું જહાજ પણ ડૂબાડી દીધું
નવી દિલ્હી : હૂતી વિપ્લવીઓએ રાતા સમુદ્રમાં નાકાબંધી કરી દીધી છે. મંગળવારે યમનના પશ્ચિમી તટ પાસે હૂતીના મિસાઇલ હુમલાને લીધે ભારતનો ધ્વજ ફરકાવતું એક માલવાહક જહાજ પલટી ખાઇ ગયું અને પછી ડૂબી ગયું. ઇરાન સમર્થિત હૂતી વિપ્લવીઓએ બુધવાર ૫મી ઓગસ્ટે જાહેર કર્યું કે, રાતા સમુદ્રમાં યાનબ પાસે સઉદી અરબસ્તાનનાં એક ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો હતો.
બીજી તરફ ઇરાન અને અમેરિકાએ હોર્મુઝમાં નાકાબંધી કરી નાખી છે. જ્યારે હૂતી વિપ્લવીઓએ, સઉદી અરબસ્તાનનાં જહાજો માટે સખ્ત નાકાબંધી કરી નાખી છે. એક દિવસ પૂર્વે તેમણે ભારતના ધ્વજ ફરકાવતા માલવાહક જહાજ ઉપર મિસાઇલ હૂમલો કરતાં તે પલટી ખાઇ ડૂબી ગયું હતું.
એ.એફ.પી.ના રિપોર્ટ પ્રમાણે હૂતી સૈન્યના પ્રવકતા યાહ્યા સરીને એક વિડીયો જારી કરી દાવો કર્યો હતો કે, ઉત્તર સમુદ્રમાં યાનબુ બંદર પાસે અમારા મિસાઇલ્સે સફળતાપૂર્વક સઉદી ટેન્કર વફા ને નિશાન બનાવ્યું હતું. ૨૨મી જુલાઈથી આજ સુધીમાં નાકાબંધી પછીના ૧૩ દિવસમાં એ આઠમું જહાજ હતું કે જેને અમે નિશાન બનાવ્યું હતું.
આ પૂર્વે મંગળવારે ભારતીય ધ્વજ ફકાવતા વ્યાપારી જહાજ એનએફવી ફેઝ- નૂરને નિશાન બનાવ્યું હતું. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, વ્યાપારી જહાજોને નિશાન ન બનાવવા જોઈએ. તે આંતરરાષ્ટ્રીય સમુદ્રીય નિયમોના ખુલ્લા ભંગ સમાન છે.









