Get The App

ઈરાને ફરી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાને ફરી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ 1 - image


Iran and USA War Updates : મધ્ય-પૂર્વના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી છે. ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, આ જળમાર્ગ પર હવે ફરીથી જૂની સ્થિતિ મુજબ 'કડક સૈન્ય નિયંત્રણ' (Strict Military Control) લાગુ કરી દેવામાં આવ્યું છે. ઈરાને આ માટે અમેરિકાના ઉલ્લંઘનોને જવાબદાર ઠેરવ્યા છે.



અમેરિકા પર 'પાયરસી'નો ગંભીર આક્ષેપ

ઈરાની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા નાકાબંધી(Blockade)ના બહાના હેઠળ આ વિસ્તારમાં દરિયાઈ ચાંચિયાગીરી અથવા લૂંટફાટ (Piracy) જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. અમેરિકન દળો દ્વારા વારંવાર આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાથી, ઈરાને પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ જાળવવા માટે આ વ્યૂહાત્મક માર્ગ પર સૈન્ય કંટ્રોલ વધારવાનો નિર્ણય લીધો છે.

વૈશ્વિક ઓઇલ પુરવઠા પર શું થશે અસર?

હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના કાચા ઓઇલના પુરવઠા માટે કરોડરજ્જુ સમાન છે. ઈરાને અહીં સૈન્ય નિયંત્રણ વધારતા હવે અહીંથી પસાર થતાં વેપારી જહાજો અને ઓઇલ ટેન્કરો પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC)ની બાજ નજર રહેશે. જો તણાવ વધશે તો ઓઇલની કિંમતોમાં વૈશ્વિક સ્તરે ઉછાળો જોવા મળી શકે છે.

ઇસ્લામાબાદ મંત્રણા પર અસરની શક્યતા

એક તરફ પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થવાની તૈયારીઓ છે, ત્યારે બીજી તરફ જમીની હકીકત (Ground Reality) માં ઈરાને આકરું વલણ અપનાવ્યું છે. ઈરાનનું આ પગલું અમેરિકા પર દબાણ લાવવાની રણનીતિ પણ હોઈ શકે છે.