- ટોલ ટેક્ષને બદલે તેઓ બંને સાથે મળી 'સર્વિસ-ફી' લેશે જે જહાજોની સુરક્ષા, નેવિગેશન અને રેસ્કયુ જેવી સેવા માટે લેવાશે
નવીદિલ્હી : અમેરિકા-ઈરાન યુદ્ધ નિવારવા તથા શાંતિ-સ્થાપવા માટે મંત્રણા ચાલી રહી છે. તેવામાં દુનિયાનો એક અતિ મહત્ત્વના સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેઈટસ અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. જોકે ઈરાને તેવો દાવો કર્યો છે કે, તે હોર્મુઝ-સ્ટ્રેઈટસમાંથી પસાર થતાં જહાજો ઉપર કોઈ ટોલ ટેક્ષ કે ટ્રાન્ઝિટ ટેક્ષ નહીં પરંતુ તેણે ઓમાન સાથે મળી જહાજોની સુરક્ષા, નેવીગેશન અને રેસ્કયુ જેવી જરૂરી સેવાઓને બદલે સર્વિસ ફી લેશે.
ઇરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાવાદીએ જણાવ્યું હતું કે, ઈરાન કૈં કોઈ દેશમાંથી પસાર થતાં જહાજો પાસેથી ટેક્ષ નથી માગતું તે તેના દ્વારા અપાતી સેવાઓ માટે ફી માગી રહ્યું છે. જેમાં નેવીગેશન સપોર્ટ (સ્ટ્રેઈટરમાંથી પસાર થતાં જહાજોને બરોબર માર્ગ ઉપર દોરી જવાની કાર્યવાહી) સર્ચ એન્ડ રેસ્કયુ ઓપરેશન (ખલાસીઓ સમુદ્રમાંથી જાય ત્યારે તેમને માટેનું બચાવ કાર્ય સમુદ્રી સુરક્ષા સલામતી અને પર્યાવરણના સુરક્ષા જેવી સેવાઓ સામેલ છે.
વાસ્તવમાં મે ૨૦૨૬માં ઈરાનની સંસદે અમેરિકા અને ઇઝરાયલમાં સંલગ્ન ઓઇલ ટેન્કરો ઉપર ૨૦ લાખ ડોલર જેટલો ભારે ટ્રાન્ઝિટ ટેક્ષ લગાડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વૈશ્વિક દબાણને લીધે ઈરાને રણનીતિ બદલી ટોલ ટેક્ષનો સર્વિસ ફી જેવું નવું નામ આપ્યું છે.


