World

પાક.ના ગઝવા-એ-હિન્દ મિશનમાં હિન્દુ યુવકોને લાલચ આપી ભરતીનો ઘટસ્ફોટ

By GS TEAM
6 Apr 20262 mins read
પાક.ના ગઝવા-એ-હિન્દ મિશનમાં હિન્દુ યુવકોને લાલચ આપી ભરતીનો ઘટસ્ફોટ

હિન્દુ ધાર્મિક સ્થળોએ પ્રવેશ માટે હિન્દુઓને ઢાલ બનાવવા પ્રયાસ

મેરઠથી ઝડપાયેલા શાકીબને પાકિસ્તાનનો હેન્ડલર હિન્દુઓને સામેલ કરવા આદેશ આપતો હતો, માસ્ટરમાઇન્ડ દુબઇમાં છે

ઇસ્લામાબાદ: ઉત્તર પ્રદેશમાં વધુ એક આતંકવાદી મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, એટીએસએ મેરઠ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય આ આતંકી નેટવર્કનો ખુલાસો કર્યો છે. આ વિસ્તારમાં સક્રિય આતંકીઓને પાકિસ્તાનથી એવી સલાહ મળી હતી કે તેઓ પોતાના સંગઠનમાં હિન્દુઓને પણ સામેલ કરે કે જેથી એજન્સીઓને શંકા ના જાય અને મોટા હુમલાને અંજામ આપી શકાય.

એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના હેન્ડર્સના સંપર્કમાં રહેલો શાકીબ નામનો આતંકી ઝડપાયો હતો જેની પૂછપરછ દરમિયાન ગઝવા-એ-હિન્દ મોડયુલનો ખુલાસો થયો છે. 

શાકીબને પાકિસ્તાનથી એવા આદેશ મળ્યા હતા કે  કોઇ પણ સંજોગોમાં ગઝવાએ હિન્દ મિશનને અટકાવવામાં નહીં આવે, એજન્સીઓ અને પોલીસનું ધ્યાન ભટકાવવા માટે સંગઠનમાં હિન્દુઓને પણ સામેલ કરવામાં આવે. શાકીબને પાકિસ્તાની હેન્ડલરે એવો આદેશ આપ્યો હતો કે તે સંગઠનમાં હિન્દુ યુવકોની ભરતી કરે. 

આદેશ મુજબ શાકીબે વિકાસ અને લોકેશ નામના બે હિન્દુ યુવકોને રૂપિયાની લાલચ આપીને સંગઠનમાં સામેલ કર્યા હતા. બન્નેને ઓળખ તરીકે કોડ નેમ અપાયા હતા જેમ કે વિકાસને ઝાહીદ અને લોકેશને સલીમ નામ અપાયું હતું. આ બન્ને એવા હિન્દુ યુવકો છે કે જેઓ હિન્દુઓની વધુ વસતી હોય ત્યાં રહેતા હોય, બાદમાં શાકીબે તેમની પાસેથી હિન્દુ બહુમતવાળા વિસ્તારોમાં હિન્દુ ધાર્મિક સ્થળોની શું સ્થિતિ છે વગેરે માહિતી મેળવી હતી. 

આ સમગ્ર મોડયુલનો મુખ્ય આરોપી આકીબ દુબઇનો રહેવાસી છે, આકીબે પાકિસ્તાની હેન્ડલર્સ અને ધરપકડ કરાયેલા આકીબ વચ્ચે સંપર્ક કરાવ્યો હતો. આકીબને પાકિસ્તાની હેન્ડલરે સુચના આપી હતી કે જો ભારત પાક. પર હુમલા માટે કોઇ પણ પ્રયાસ કરે તો તૈયાર રહેવું.