હાઈજેક કાંડ: કેપ્ટન સ્મિત લોહીલુહાણ થયા પછી પ્લેન કોણે લેન્ડ કરાવ્યું? 180 મુસાફરોને બચાવવાનો રોમાંચક ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flydubai Flight FZ1073: યુએઈથી ઈઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બે પાયલટ વચ્ચે લોહિયાળ સંઘર્ષ બાદ ગુજરાત મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે જે બહાદુરી બતાવી તેની આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તેના કારણે જ 180 મુસાફરોના જીવ બચી ગયા હતા. સ્મિત પર કો-પાયલટે ચાકુ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. મચ્છર ઘાયલ થયા પછી ફ્લાઈટની સુરક્ષિત લેન્ડિંગ કોણે કરાવી તે તમને જણાવીએ.
સવારે લગભગ 8:20 વાગ્યે વિમાન અચાનક ખૂબ ઝડપથી નીચેની તરફ જવા લાગ્યું. માત્ર બે મિનિટની અંદર પ્લેન 17,400 ફૂટ નીચે આવી ગયું. જેના પછી 180 મુસાફરોથી ભરેલા આ વિમાનમાં ચીસાચીસ મચી ગઈ. મુસાફરોને લાગ્યું કે તેઓ હવે જીવતા નહીં બચે અને તેમનું મોત નક્કી છે. જોકે, યોગ્ય સમયે પ્લેન પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું અને સાઉદી અરેબિયાના તબૂક શહેરમાં તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
કોણે કરાવ્યું સુરક્ષિત લેન્ડિંગ
કોકપિટમાંથી 'બચાવો-બચાવો'ના અવાજો સાંભળીને સામે બેઠેલા મુસાફરો મદદ માટે આગળ આવ્યા અને હુમલાખોરને કોકપિટમાંથી બહાર કર્યો. પ્લેનમાં પાછળ બેઠેલા બે રાહત (રિલીફ) પાયલટો અને મુસાફરોની મદદથી સ્થિતિને સંભાળવામાં આવી અને પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કર્યું.
ડેન્ટિસ્ટે કરી મદદ
કોકપિટની અંદર બે પાયલટો વચ્ચે હિંસક ઝપાઝપી અને ચાકુબાજી થઈ હતી. એક પાયલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં સ્મિતને ગંભીર ઇજા પહોંચી છે. હુમલામાં ઘાયલ સ્મિત મચ્છરની સારવાર પ્લેનમાં જ હાજર એક ડેન્ટિસ્ટ મુસાફરે કરી.
હુમલો કરનાર પાયલટની ધરપકડ
ઈઝરાયલી અધિકારીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું આ ઈઝરાયલીઓ પર હુમલાનો પ્રયાસ હતો, આ સાથે જ તેઓ અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપી રહ્યા છે. દક્ષિણપંથી વિચારધારા વાળા બે મંત્રીઓએ આને નિષ્ફળ બનાવવામાં આવેલો આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વિરે કહ્યું કે એક "આતંકવાદી" વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરીને તેમાં સવાર ઈઝરાયલીઓનો જીવ લેવા માગતો હતો. ઇઝરાયલી પીએમે કહ્યું કે, 'હુમલો કરનાર પાયલટની ધરપકડ કરી લેવામાં આવી છે અને સાઉદી અધિકારીઓ અત્યારે તેની પૂછપરછ કરી રહ્યા છે.'




