World

તાંઝાનિયામાં કિલિમંજારો પર્વત પર હેલિકોપ્ટર થયું ક્રેશ, 5 લોકોના મોત

By GS TEAM
25 Dec 20251 min read
TukuTouch Logo
પૂર્વ આફ્રિકન દેશ તાંઝાનિયામાં માઉન્ટ કિલિમંજારો પર એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે (25 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. મેડિકલ ઈમરજન્સી સ્થિતિમાં પર્વતારોહકોને બહાર નીકાળવા મિશન પર પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ થતાં દુર્ઘટના ઘટી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

તાંઝાનિયામાં કિલિમંજારો પર્વત પર હેલિકોપ્ટર થયું ક્રેશ, 5 લોકોના મોત

Helicopter Crashes In Tanzania : પૂર્વ આફ્રિકન દેશ તાંઝાનિયામાં માઉન્ટ કિલિમંજારો પર એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે (25 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. મેડિકલ ઈમરજન્સી સ્થિતિમાં પર્વતારોહકોને બહાર નીકાળવા મિશન પર પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ થતાં દુર્ઘટના ઘટી હતી. 


તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના એક નિવેદન મુજબ, હેલિકોપ્ટર બુધવારે બારાફુ કેમ્પ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પહાડોની ઊંચાઈ પર પહોંચવાની કોશિશ કરી રહેલા પર્વતારોહકો માટે છેલ્લો પડવામાંથી એક હતું.

મળતી માહિતી મુજબ, 24 ડિસેમ્બરના રોજ પર્વતારોહકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઊંચાઈવાળા કેમ્પમાં મેડિકલ ઈમરજન્સી માટે મિશન પર રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મૃત્યુ પામેલા લોકોમાં પાઇલટ, એક ડૉક્ટર, એક પર્વત માર્ગદર્શક અને બે વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તમામ પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ટોળાએ ઢોર માર મારીને મોત નિપજાવ્યું

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી ટીમોને તાત્કાલિક ચેતવણી આપવામાં આવી હતી અને ક્રેશનું કારણ શું છે તે નક્કી કરવા માટે હવે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, માઉન્ટ કિલિમંજારો તેના કઠિન ભૂપ્રદેશ અને અત્યંત ઊંચાઈને કારણે ઘણીવાર હેલિકોપ્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, ખાસ કરીને બચાવ કામગીરી માટે.