કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશ : ઇક્વેડોરના જાસૂસી વડા અને પાંચ અમેરિકનો સહિત સાતના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નૈરોબી : આફ્રિકાના કેન્યામાં એક અતિ ગંભીર હેલિકોપ્ટર દુર્ઘટના બની છે તે હેલિકોપ્ટર તૂટી પડતા તેમાં રહેલા સાતે સાતના મૃત્યુ થયા છે. વાસ્તવમાં આ હેલિકોપ્ટર સફારીએ જઈ રહ્યું હતું તેમાં ઇક્વેડોરના જાસૂસી વિભાગના વડા મિશેલ સેન્સી કોન્ટુગી તેઓના પત્ની અને પાંચ અમેરિકન નાગરિકો હતા. આ હેલિકોપ્ટર નીચે પડતા તેના ટુકડા થઈ ગયા હતા અને તેમાં આગ લાગી હતી. બચાવ દળને હેલિકોપ્ટરના ભંગાર અને સાતે સાતનાં શબ મળી આવ્યા છે.
કેન્યાના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચારોને પુષ્ટિ આપી છે. તેના જણાવ્યા પ્રમાણે પાટનગર નાઇરોબીની ઉત્તરે આવેલી સામ્બુરૂ કાઉન્ટીમાં સવારે ૯:૧૩ કલાકે હેલિકોપ્ટર તૂટી પડયું હતું.
તે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરે લાઇસાબા વાઇલ્ડ લાઇફ રીઝર્વથી ઉપડયું હતું.
આ ક્રેશ થવાનું સંભવિત કારણ દર્શાવતા સામ્બુરૂ કાઉન્ટીના પોલીસ વડા ડેવિડ નકારોઈએ જણાવ્યું હતું કે, 'તેમાં ૬ યાત્રીઓ હતા, એક પાયલોટ પણ હતો. ત્યારે ભારે વાદળોને લીધે ઘોર અંધકાર પ્રવર્તી રહ્યો હતો. તેવામાં હેલિકોપ્ટરમાં જ અચાનક ખરાબી થતાં તે જમીન ઉપર પટકાયું તેના ટુકડા થઈ ગયા અને સળગી ઉઠયું હતું.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પાંચ અમેરિકી નાગરિકોના મૃત્યુ થયા છે.
સ્પેનિશ ભાષાના પ્રસાર માધ્યમ 'ટેલી મુંડા'એ કે ફ્લોન્ડા સ્થિત તેના કાર્યાલયના સિનિયર મેનેજર જોસ આલ્બર્ટો પણ તે દુર્ઘટનામાં માર્યા ગયા છે.









