World

શરૂ થઈ ગયું મહાયુદ્ધ ? ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહેલીવાર સીધો હુમલો કર્યો

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ વ્યાપક બન્યું છે. ઈરાનના લાંબા સમયથી ચાલી રહેલા હુમલાઓના જવાબમાં, બહેરીન અને કુવૈત પહેલીવાર સીધા યુદ્ધમાં કૂદી પડ્યા છે. તેઓએ સાઉદી અરેબિયાની મદદથી ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ દેશો પર ઈરાને જોરદાર હુમલા કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શરૂ થઈ ગયું મહાયુદ્ધ ? ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહેલીવાર સીધો હુમલો કર્યો
  • ઘણા સમયથી ઈરાન ખાડી દેશો પર હુમલા કરી રહ્યું છે : બહેરિન અને કુવૈત વળતા હુમલા શરૂ કરી યુદ્ધમાં સીધી રીતે કૂદી પડયાં છે

નવી દિલ્હી : પશ્ચિમ એશિયાનું યુદ્ધ હજી વધુ વ્યાપક બને તેમ છે. પહેલી જ વાર કુવૈત અને બહેરિન સીધી રીતે યુદ્ધમાં કૂદી પડયાં છે અને ઈરાનનાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાન લાંબા સમયથી આ દેશો પર હુમલા કરી રહ્યું હોઈ તેના જવાબમાં આ હુમલા કરવામાં આવી રહ્યાં છે.
ઈરાન-અમેરિકા યુદ્ધમાં પહેલી જ વાર તેવું બન્યું છે કે ગલ્ફના કોઈ દેશે ઈરાન પર સીધા હુમલા શરૂ કર્યા હોય. આ દેશોએ સઉદી અરબની મદદથી ઈરાને બાંધેલાં મિસાઇલ સ્ટોરેજ અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યાં છે. સઉદી અરબ જાસૂસી માહિતી આપવા સાથે ડીફેન્સીવ એર કવર તે અમેરિકી સૈન્ય મથકોને આપી રહ્યું છે.
પહેલાં તો ગલ્ફ કન્ટ્રીઝ આત્મરક્ષાનો જ પ્રયાસ કરતા હતા. ઈરાન તરફથી છોડવામાં આવતાં મિસાઇલ્સ અને ડ્રોન નષ્ટ કરતા હતા. યુદ્ધ વધવાની આશંકાથી સીધે સીધો યુદ્ધમાં ભાગ લેતા ન હતા. પરંતુ ઇરાનના સતત હુમલાઓ થતાં ખાડી દેશોએ પણ યુદ્ધ માટે કમર કસી છે. જોકે ઓમાન અને કતર જેવા દેશોએ હજી હુમલા શરૂ નથી કર્યા. રીપોર્ટ પ્રમાણે ઈરાન વિરૂદ્ધનાં અભિયાનમાં સઉદી અરબ પણ સામેલ હતું. બહેરિન અને કુવૈતે તો મોર્ચો ખોલી નાખ્યો છે. તે દેશો ઉપર ઈરાને જોરદાર હુમલા કર્યા હતા. ઈરાન ખાડી દેશોમાં રહેલાં અમેરિકન બેઝ અને તેના સૈન્ય ઉપકરણોને નિશાન બનાવી રહ્યું છે. બહેરિન, કુવૈત અને જોર્ડનમાં ઈરાને સૌથી વધુ હુમલા કર્યા છે. ઉપરાંત યુ.એ.ઇ.નાં કેટલાંએ શહેરોમાં તબાહી મચાવી રહ્યું છે તે દેશોમાં વારંવાર સાયરન વાગે છે.
ઈરાન કહે છે કે કુવૈતમાં તેણે અમેરિકી મથકો, જેવા કે કેમ્પ ઉડેરી, કેમ્પ દોહા અને કેમ્પ આરીફજાન પર હુમલા કર્યા છે, તે સર્વવિદિત છે કે અમેરિકાએ હોર્મુઝ પર નાકાબંધી કરી છે તેની ઉપર નિયંત્રણ માટે અમેરિકા, ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે. તેવામાં રાતા સમુદ્ર પર હૂતી કબ્જો જમાવી રહ્યા છે. તેમણે રાતા સમુદ્રના પ્રવેશ દ્વાર બાબ-અલ મંડલ બંધ કરી દીધું છે તેથી સઉદી તેલ પણ બહાર જઈ શકતું નથી. સીધી વાત છે. વિશ્વનું તેલ સંકટ ઘેરાતું જાય છે.