World

હમાસ શસ્ત્રો હેઠા મૂકવા માટે સંમત ગાઝામાં શાંતિ સ્થાપવાનો માર્ગ મોકળો

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઇજિપ્તના કૈરોમાં ગાઝા શાંતિ કરારની જાહેરાત કરી. આ કરારથી હમાસ શસ્ત્રો ત્યજી દેવા સંમત થયું છે. જોકે, ઇઝરાયેલના હુમલામાં 4 ગાઝાવાસીના મોત થયા. હમાસના શસ્ત્રો એકત્રિત કરવાની પ્રક્રિયામાં 1 વર્ષ લાગી શકે છે, તેમ છતાં ટ્રમ્પે આને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

હમાસ શસ્ત્રો હેઠા મૂકવા માટે સંમત ગાઝામાં શાંતિ સ્થાપવાનો માર્ગ મોકળો
  • અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ઐતિહાસિક કરારનો દાવો
  • ઇજિપ્તમાં કાહિરામાં ચાલતી શાંતિ મંત્રણા વચ્ચે ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ચારના મોત
  • હમાસના આતંકીઓ પાસેથી શસ્ત્રો એકત્રિત કરવાની પ્રક્રિયામાં જ એક વર્ષ સુધીનો સમય નીકળી શકે છે

કૈરો : આતંકી જૂથ હમાસ શસ્ત્રો હેઠા મૂકવા માટે સંમત થયુ છે અને ગાઝામાં શાંતિ સ્થાપવાની દિશામાં આ મહત્ત્વની સિદ્ધિ મનાય છે. આના પગલે ગાઝામાં શાંતિ સ્થાપવાનો માર્ગ મોકળો થયો હોવાનો અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો છે. જ્યારે આ શાંતિ મંત્રણા ચાલતી હતી ત્યારે ગાઝામાં ઇઝરાયેલે કરેલા હુમલામાં ચાર ગાઝાવાસીઓના મોત નીપજ્યા છે. હમાસ ગાઝાના શાંતિના રોડમેપ પર સંમત થયું છે.
તેની સાથે ઇઝરાયેલ પણ હમાસ જેમ-જેમ શસ્ત્રો ત્યજશે તેમ ગાઝાને છોડવા માટે તૈયાર થયું છે. હાલમાં ગાઝાની ૬૦ ટકા જમીન પર ઇઝરાયેલનો અંકુશ છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ગાઝામાં શાંતિ સ્થાપવાની દિશામાં થયેલી જાહેરાતનો ઇઝરાયેલે હજી સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે અમેરિકાની મદદથી થયેલા યુદ્ધવિરામને નવ મહિના થઈ ચૂક્યા છે.
અમેરિકાની મધ્યસ્થી સાથે તુર્કી, ઇજિપ્ત અને કતારની મધ્યસ્થીથી તૈયાર થયેલા ૨૦ સૂત્રીય યુદ્ધવિરામના આયોજનમાં હમાસ ગુ્રપ તેના શસ્ત્રો એકત્રિત કરીને નવરચિત પેલેસ્ટાઇન પોલીસ ઓથોરિટીને સોંપશે. આમ તેનું સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ થશે. આ શસ્ત્રોમાં ઓટોમેટિક રાઇફલો, મશીનગનો, બોમ્બરો, રોકેટો, ગ્રેનેડો અને મિસાઇલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હમાસ તેની ટનલોના વિશાળ નેટવર્કને જાતે જ ધ્વસ્ત કરશે. ઇઝરાયેલનું લશ્કર આ કામગીરી જેમ-જેમ આગળ ધપતી જશે તેમ તેમ ગાઝા પરથી પાછું હટતું જશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સના નેજા હેઠળ નવી પેલેસ્ટાઇન ઓથોરિટી કામ કરશે. ઇઝરાયેલ-હમાસ વચ્ચેની મંત્રણામાં હમાસ પાસેથી શસ્ત્રો હેઠેા મૂકાવવા અત્યંત જટિલ બાબત હતી. આમ હમાસ શસ્ત્રો મૂકવા તૈયાર થયો તે બાબત તેના અભિગમમાં આવેલો નોંધપાત્ર ફેરફાર બતાવે છે. હમાસના ચાર્ટરમાંજ ઇઝરાયેલનો સશસ્ત્ર પ્રતિકાર કરવો તેમ જણાવાયું છે. તેમા પણ રોકેટસ, એન્ટિ ટેન્ક મિસાઇલ્સ અને વિસ્ફોટકો હમાસની બીજી ઓળખ મનાય છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આ કરાર તબક્કાવાર ધોરણે અમલમાં આવે તે રીતે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. એક વખત નિ:શસ્ત્રીકરણની કાર્યવાહી પૂરી થશે તેના પછી ઇઝરાયેલના લશ્કરી દળો ગાઝામાંથી હટશે. જ્યારે ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ નવા પેલેસ્ટાઇન પોલીસ દળની સાથે કામ કરશે. તેના પછી પેલેસ્ટાઇનીયન પોલીસ દળ ગાઝાને અને તેના પડોશને સલામત રાખવાનું કામ કરશે. જો કે હાલમાં તો ઇઝરાયેલના દળો ગાઝામાંથી હટવાના નથી. આ ડીલના ગેરંટર અમેરિકા, તુર્કી, ઇજિપ્ત અને કતાર છે.
જો કે હમાસના શસ્ત્રો મૂકાવવાનું આયોજન પણ અમલમાં મૂકવુ અત્યંત અઘરું છે. તેનો અમલ કરવામાં એક આખું વર્ષ પણ નીકળી શકે છે. આ માટે પહેલા હમાસના આતંકવાદીઓને સમજાવવા પડશે, તેમની પાસેથી શસ્ત્રો એકત્રિત કરવા પડશે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા હમાસના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ હમાસના આંતકવાદીઓ પાસેથી શ્સત્રો એકત્રિત કરવા સંમત થયા છે.