World

ખાડી યુદ્ધના કારણે અમેરિકા-યુરોપની ઓઇલ કંપનીઓને જંગી નફો

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
મધ્યપૂર્વના યુદ્ધને કારણે યુરોપના ગ્રાહકો પર મોંઘવારીનો માર પડ્યો છે. યુરોપીયન ઓઇલ કંપનીઓએ પ્રથમ ક્વાર્ટરમાં 22 અબજ ડોલરનો નફો કર્યો, જે ગત વર્ષની તુલનામાં 43% વધુ છે. અમેરિકી કંપનીઓ શેવરોન અને એક્ઝોન મોબિલ પણ જંગી નફો રળી રહી છે. આમ, યુદ્ધના કારણે સામાન્ય જનતાને નુકસાન, જ્યારે તેલ કંપનીઓને ફાયદો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાડી યુદ્ધના કારણે અમેરિકા-યુરોપની ઓઇલ કંપનીઓને જંગી નફો
  • મધ્યપૂર્વના યુદ્ધથી ગ્રાહકોને પારાવાર નુકસાન !
  • યુરોપના ગ્રાહકો પર મોંઘવારીનો માર જ્યારે યુરોપીયન ઓઇલ કંપનીઓના નફામાં 43 ટકા ઉછાળો

ન્યૂયોર્ક : અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રો પર વિપરીત અસર પડી છે, પરંતુ અમેરિકા અને યુરોપની ઓઇલ કંપનીઓ જંગી નફો રળી રહી છે. આ નફો પણ તે પોતાના જ દેશના નાગરિકોના ભોગે રળી રહી છે. અમેરિકામાં ગ્રાહકો પ્રતિ ગેલન ૪ ડોલરથી ઊંચો ભાવ ચૂકવી રહ્યા છે, જ્યારે અમેરિકન કંપની શેવરો અને એક્ઝોન મોબિલ જંગી નફો રળી રહી છે.
ક્રૂડ ઓઇલના ભાવ ૬૦ ડોલરથી ઉપર જાય એટલે કંપનીઓ નફામાં આવી જાય છે. તેમા પણ ફેબુ્રઆરીના અંતથી યુદ્ધ શરુ થયા પછી તો ક્રૂડ ઓઇલના ભાવ મોટાભાગે ૭૦થી ૧૨૦ ડોલરની વચ્ચે રહેવાના કારણે ઓઇલ કંપનીઓને નોંધપાત્ર ફાયદો થયો છે.યુરોપની છ ઓઇલ કંપનીઓએ પ્રથમ ક્વાર્ટરમાં સંયુક્ત રીતે ૨૨ અબજ ડોલરનો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૪૩ ટકા વધારે છે. આમ યુરોપીયન અર્થતંત્રેને ભલે અમેરિકા-ઇરાન યુદ્ધ ન ફળ્યું હોય, પરંતુ યુરોપીયન ઓઇલ કંપનીઓને ચોક્કસ ફળ્યું છે, એમ સ્વૈચ્છિક સંગઠન ગ્લોબલ વિટનેસની તપાસમાં જણાવાયું છે.
આ જ રીતે અમેરિકાની એક્સોન અને મોબિલ માટે યુદ્ધ વરદાન બનીને આવ્યું છે. પ્રથમ ક્વાર્ટરાં તેમણે યુદ્ધ અંગે વિચાર્યુ પણ ન હતુ. તેથી પહેલાં તો યુદ્ધ શરુ થયુ ત્યારે તેમને આ એક લશ્કરી છમકલુ લાગતુ હતુ. આજે આ કંપનીઓને એક સમયે પ્રતિ બેરલ ૨૦થી ૨૫ ડોલરનો નફો મળતો હતો, તેના બદલે ૫૦થી ૬૦ ડોલરનો નફો થઈ રહ્યો હોવાનું કહેવાય છે. જ્યારે વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એક્સોન અને મોબિલ ખોટ કરતી હતી.
જો કે વિશ્વસ્તરે બધી જ રીફાઇનરીઓને નફો થઈ રહ્યો છે તેવું પણ નથી. મધ્યપૂર્વના વોર ઝોનમાં સપડાયેલી સાઉદી, યુએઈ, કતાર, કુવૈત, ઇરાન, ઇરાક વગેરેની ઓઇલ રીફાઇનરીઓ હાલમાં ઓઇલના ઊંચા ભાવ છતાં પણ તેનો ફાયદો ઉઠાવી શકતી નથી, કારણ કે તેઓ યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ બહાર મોકલી શકવા જ સક્ષમ નથી. બીજી બાજુએ રશિયામાં યુક્રેને સતત ઓઇલ એકમો પર હુમલા કરતા તેની ક્ષમતા પણ મર્યાદિત થઈ ગઈ છે. આમ ખાડી યુદ્ધ ચાલશે ત્યાં સુધી અમેરિકા-યુરોપની ઓઇલ કંપનીઓ જંગી નફો રળતી રહેશે, પછી ભલેને તેમના ગ્રાહકોનું શોષણ થાય.