World

ખાડી ધગધગે છે : અમેરિકાએ સતત 9મી રાત્રે હુમલા ચાલુ રાખ્યા : તેલ-જહાજ સળગી રહ્યું છે

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા ઇરાન પર સતત 9મી રાત્રિએ પણ હુમલા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં ટ્રમ્પે કહ્યું કે, ઇરાનના હુમલામાં શહીદ થયેલા 3 સૈનિકોના સન્માનમાં બદલો લેવા આ હુમલા કરાયા છે. હોર્મુઝ સ્ટ્રેઇટસમાં એક તેલવાહક જહાજ પર હુમલો થતાં તે ભડકે બળ્યું હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઇરાનની સૈન્ય ક્ષમતા કમજોર કરવાનો હેતુ જણાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાડી ધગધગે છે : અમેરિકાએ સતત 9મી રાત્રે હુમલા ચાલુ રાખ્યા : તેલ-જહાજ સળગી રહ્યું છે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું : 'અમેરિકી સેના પોતાના સૈનિકનાં મોતનો બદલો લેશે' : શહીદના સન્માનમાં આ હુમલાઓ થઈ રહ્યા છે
નવી દિલ્હી : અમેરિકાએ સતત ૯મી રાત્રીએ પણ ઇરાન ઉપર હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે, ઇરાને કરેલા હુમલામાં અમેરિકી સૈનિકોના થયેલા મૃત્યુના બદલામાં, તેને સન્માન આપવા આ હુમલા થઈ રહ્યા છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થઈ રહેલા એક તેલવાહક જહાજ ઉપર હુમલો થતાં જહાજ ભડકે બળી રહ્યું છે.
રવિવાર અને સોમવાર વચ્ચેની રાત દરમિયાન મધ્ય- પૂર્વમાં હિંસાનો એક નવો દોર શરૂ થઈ રહ્યો છે. એ સતત ૯મી રાત હતી કે જ્યારે અમેરિકી સેનાએ ઇરાન પર હુમલા કર્યા હતા.
ફીફા વર્લ્ડ કપ ફાયનલમાંથી પાછા ફરતાં પત્રકારો સાથે વિમાનમાં વાતચીત કરતાં અમેરિકી પ્રમુખે કહ્યું હતું કે, અમે આજે રાત્રે ફરી જોરદાર હુમલા કર્યા હતા. આ દ્વારા અમે મહાન શહીદ દેશભક્તો આશરે ત્રણ-નું સન્માન કર્યું છે. અમે ઘણા જ વ્યથિત છીએ. તેઓ તે માટે લડતા હતા કે ઇરાન પાસે પરમાણુ શસ્ત્ર ન રહે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે રવિવારે મોડી રાત્રે જાહેર કર્યું હતું કે સતત નવમી રાતે પણ ઇરાન પર હુમલા શરૂ રાખ્યા છે. ઠ પોસ્ટ ઉપર આ જાહેરાત કરતાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, આ હુમલાઓનો હેતુ હોર્મુઝમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજો અને સામાન્ય નાગરિકો ઉપર હુમલા કરનારી ઇરાની સૈન્ય ક્ષમતાને કમજોર કરવાનો છે.
બીજી તરફ ઇરાન પણ મુક બેઠું નથી. તેણે કુવૈત ઉપર પણ હુમલા કર્યા હતા. ઇરાનનાં ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝે દાવો કર્યો હતો કે, તેણે સીરીયા સ્થિત દુશ્મન કમાન્ડ સેન્ટર ઉપર હુમલા કર્યા હતા. ટેલીગ્રામ પોસ્ટ પર ઇર્નાએ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે, ઇરાનનાં દક્ષિણ-પૂર્વમાં આવેલા શહેરના શહીદ સૈનિકોના ખૂનનો બદલો લેવા માટે દુશ્મન (અમેરિકા)ના સ્પેશ્યલ ઓપરેશન કમાન્ડ સેન્ટર પર અમે અચાનક હુમલા કર્યા હતા.
ટૂંકમાં શું યુએસ કે શું ઇરાન કોઇ પણ યુદ્ધ બંધ કરવા માગતા જ નથી.