World

મિડલ ઈસ્ટ યુદ્ધમાં 16 ભારતીયોના મોતનો સરકારે સંસદમાં કર્યો ખુલાસો, ઘાયલોનો આંકડો ચોંકાવનારો

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંસદમાં સરકારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા બાદ 16 ભારતીય નાગરિકોના મોત થયા છે, જેમાં 10 નાવિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 75 ભારતીયો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન, ઇરાક અને યુએઈના નાગરિકો સામેલ છે. સરકારે મૃતકોના પરિવારોને આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટ યુદ્ધમાં 16 ભારતીયોના મોતનો સરકારે સંસદમાં કર્યો ખુલાસો, ઘાયલોનો આંકડો ચોંકાવનારો

Middle East Conflict Indian Casualties Parliament News : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં એક મોટો ખુલાસો કર્યો છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે મિડલ ઇસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 16 ભારતીય નાગરિકોના મોત થયા છે. જેમાં 10 નાવિકો (ક્રૂ મેમ્બર્સ) સામેલ છે. આ ઉપરાંત 75 ભારતીયો ઘાયલ પણ થયા છે. સીપીઆઈ-એમ સાંસદ જોન બ્રિટાસના સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી છે.

કયા દેશમાં કેટલા મોત અને ઈજા?

સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, મૃતકોમાં સાઉદી અરેબિયામાં 1, કુવૈતમાં 2, ઓમાનમાં 8, ઇરાકમાં 1 અને યુએઈમાં 4 ભારતીય નાગરિક સામેલ છે. જ્યારે ઘાયલોમાં યુએઈમાં 32, ઓમાનમાં 24, કતરમાં 4, કુવૈતમાં 13, સાઉદી અરેબિયામાં 1 અને ઇઝરાયલમા 1 ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક અલગ દુર્ઘટનામાં કતરના રાસ લફાન ગેસ પ્લાન્ટમાં 12 ભારતીયોના મોત થયા છે, જેનો સીધો સંબંધ યુદ્ધના હુમલાઓ સાથે નથી.

આર્થિક સહાય અને ઈરાનથી રેસ્ક્યુ ઓપરેશન

સરકારે જણાવ્યું કે યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા નાવિકોના પરિવારજનોને ડીજીએમએ વેલફેર સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત યુનિયન સાથે જોડાયેલા નાવિકોને વધારાનું વળતર પણ મળે છે. જેમાં અધિકારીઓને 12 લાખ અને ક્રૂ મેમ્બર્સને 10 લાખ રૂપિયા સુધીની સહાય સામેલ છે. ફેબ્રુઆરી 2026 થી અત્યાર સુધી ભારતીય દૂતાવાસ દ્વારા ઈરાનથી 2557 ભારતીયોને આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સરકારના અંદાજ મુજબ ઈરાનમાં હજુ પણ અંદાજે 7000 ભારતીયો હાજર છે, જેમાં વિદ્યાર્થીઓ, મજૂરો અને માછીમારો સામેલ છે.

દુબઈ અને અમેરિકાના અન્ય મામલા

દુબઈની ઈરાની હોસ્પિટલમાં કામ કરી રહેલા 130 થી વધુ ભારતીયો, ખાસ કરીને કેરળના સ્વાસ્થ્યકર્મીઓને વીઝા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સ્થાનિક સરકારે આ હોસ્પિટલ બંધ કરી દીધી છે. સરકાર દ્વારા આ ગંભીર મામલો રાજદ્વારી સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. અન્ય એક ઘટનામાં અમેરિકામાં 'ઓપરેશન ચેકમેટ' હેઠળ મે મહિનામાં ૫૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 36 ટ્રક ડ્રાઇવરો હતા અને 30 ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યું છે. ભારત સરકાર આ અંગે અમેરિકી પ્રશાસન પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી રહી છે.