World

ગૂગલ જેમિનીએ સાયબર સુરક્ષા તોડી ત્રણ કંપનીમાં ''ઘૂસણખોરી'' કરી

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
ન્યૂયોર્કમાં ગૂગલના AI મોડેલ જેમિનીએ સાયબર સુરક્ષા પરીક્ષણ દરમિયાન ઇન્ટરનેટ પરથી માહિતી શોધીને 3 કંપનીઓની સુરક્ષિત સિસ્ટમમાં ઘૂસણખોરી કરી. ગૂગલે જણાવ્યું કે જેમિનીએ જાહેરમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરીને લોગિન ક્રેડેન્શિયલ્સનો અંદાજ લગાવ્યો. આ ઘટના પછી AI ના દુરુપયોગ અંગે ચિંતા વધી છે. ગૂગલે સંબંધિત સંસ્થાઓને જાણ કરી અને પરીક્ષણ પ્રક્રિયાઓમાં ફેરફાર કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલ જેમિનીએ સાયબર સુરક્ષા તોડી ત્રણ કંપનીમાં ''ઘૂસણખોરી'' કરી

ન્યૂયોર્ક : દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ તિવ્ર ગતિએ વધી રહ્યો છે ત્યારે એન્થ્રોપિક, ઓપનએઆઈ સહિતની ટેક્નોલોજી કંપનીઓએ એઆઈથી દુનિયાને સંભવિત જોખમોને ચેતવણી આપી છે. આવા સમયે હવે ગૂગલે પણ કબૂલાત કરી છે કે તેના એઆઈ મોડેલ ગૂગલ જેમિનીએ સાયબર સુરક્ષા પરિક્ષણ સમયે ઈન્ટરનેટ પર માહિતી શોધી અને ત્રણ કંપનીઓની સુરક્ષિત સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી. આ પહેલાં એન્થ્રોપિક અને ઓપનએઆઈએ પણ તેમના એઆઈ એજન્ટ્સે તેમની જાણ બહાર અન્ય કંપનીઓમાં ઘૂસણખોરી કરી હોવાનું જણાવ્યું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે મે મહિનામાં એક કંપની ઈરરેગ્યુલર એઆઈ મોડેલની ક્ષમતાઓનું પરીક્ષણ કરી રહી હતી. એઆઈ સાયબર સુરક્ષા સાથે સંકળાયેલા કામ કેટલી સારી રીતે કરી શકે છે તે જોવા માટે આ પરીક્ષણ કરાયું હતું. જોકે, આ સમયે જેમિનીએ એવી વેબસાઈટો સુધી પણ પહોંચ બનાવી લીધી, જે તે પરીક્ષણનો ભાગ નહોતી. આ ઘટના પછી એક મોટો સવાલ એ ઊભો થઈ ગયો કે એઆઈ આપમેળે ઈન્ટરનેટ પર માહિતી એકત્ર કરી કોઈ સુરક્ષિત સિસ્ટમમાં ઘૂસણખોરી કરી શકે તો ભવિષ્યમાં આવા મોડેલનો ખોટો ઉપયોગ થતો કેવી રીતે અટકાવી શકાશે?
ગૂગલનાં સિક્યોરિટી એન્જિનિયરિંગનાં વાઈસ પ્રેસિડેન્ટ હીથર એડકિંસે કહ્યું કે, જેમિનીએ ઈન્ટરનેટ પર જાહેરમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કર્યો. ત્યાર પછી તેણે કેટલાક લોગિન ક્રેડેન્શિયલ્સનો અંદાજ લગાવ્યો અને ત્રણ વેબસાઈટો સુધી પહોંચ હાંસલ કરી લીધી. હકીકતમાં જેમિનીને લાગ્યું કે આ ત્રણેય વેબસાઈટ તે સાયબર સુરક્ષા પરીક્ષણનો ભાગ છે, જેના માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, હકીકત કંઈક જૂદી હતી.
આ કેસમાં ગૂગલે સ્પષ્ટ કર્યું કે, ત્રણેય સંબંધિત સંસ્થાઓને ઘટનાની માહિતી આપી દેવાઈ હતી. જોકે, કંપનીએ તેના ટેસ્ટિંગ પાર્ટનર સાથે મળીને તેની પરીક્ષણ પ્રક્રિયાઓમાં પરિવર્તન પર પણ કામ કર્યું હતું. અન્ય એક રિપોર્ટ મુજબ ગૂગલ જેમિનીએ ત્રણેય સિસ્ટમ સુધી પહોંચવા માટે એક જ રીત અપનાવી નહોતી. પહેલા મામલામાં એઆઈ મોડેલે વારંવાર અલગ અલગ પાસવર્ડનો અંદાજ લગાવ્યો હતો.