પાકિસ્તાનમાં બે વિદેશી મહિલાઓ સાથે ગેંગરેપ, ડેપ્યુટી PMનો નજીકનો વ્યક્તિ મુખ્ય આરોપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gangrape Of Two Foreign Women In Pakistan: પાકિસ્તાનના લાહોરથી એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં બે વિદેશી મહિલાઓ સાથે થયેલા ગેંગરેપ અને અપહરણ મામલે પોલીસે 4 શંકાસ્પદોની ધરપકડ કરી છે. સૌથી મોટી વાત એ છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં પાકિસ્તાનના ડેપ્યુટી PM અને વિદેશ મંત્રી ઈશાક ડારનો એક ખૂબ જ નજીકનો વ્યક્તિ પણ સામેલ છે. આ વ્યક્તિ આ મામલે મુખ્ય આરોપી હોવાની માહિતી મળી રહી છે.
ડેપ્યુટી PMનો નજીકનો વ્યક્તિ મુખ્ય આરોપી
લાહોરની એક કોર્ટે શુક્રવારે ચારેય આરોપીઓ મોહસન રઝામ્મદ રઝા ડાર, હસન રઝા, સિકંદર ખાન અને સાજિદ અલીને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આમાં મુખ્ય આરોપી મોહમ્મદ રઝા ડાર ડેપ્યુટી PM ઈશાક ડારનો નજીકનો વ્યક્તિ છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આ મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને તેમાં દેશના ડેપ્યુટી PM ઈશાક ડારનો નજીકનો વ્યક્તિ સામેલ છે, તેથી પોલીસ આ હાઈ પ્રોફાઈલ કેસના દરેક પાસાની ખૂબ જ ઝીણવટભરી અને ગંભીરતાથી તપાસ કરી રહી છે.'
પીડિત મહિલાઓ નેધરલેન્ડ અને વેનેઝુએલાની નાગરિક
પોલીસ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પીડિત મહિલાઓ નેધરલેન્ડ અને વેનેઝુએલાની નાગરિક છે. 29 જૂનના રોજ જ્યારે તેઓ લાહોર પહોંચી ત્યારે પાંચ લોકોએ કથિત રીતે તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.
સ્પેનથી આવેલા એક ફોન કોલના કારણે જીવ બચ્યો
આ ભયાનક ઘટનાનો ભોગ બનેલી મહિલાઓનો જીવ ત્યારે બચ્યો જ્યારે સ્પેનથી પાકિસ્તાની અધિકારીઓને એક ઈમરજન્સી ફોન કોલ આવ્યો. પીડિત મહિલાઓમાંથી એકના પિતાએ સ્પેનથી પાકિસ્તાની અધિકારીઓનો સંપર્ક કરીને માહિતી આપી હતી કે તેમની પુત્રીનો જીવ જોખમમાં છે. આ આંતરરાષ્ટ્રીય ઈનપુટ મળતાની સાથે જ લાહોર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને તે ઠેકાણે દરોડો પાડીને બંને વિદેશી મહિલાઓને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી.
4 આરોપીઓની ધરપકડ
લાહોર પોલીસે ગુરુવારે આ મામલે 5 શંકાસ્પદો વિરુદ્ધ પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 365A (અપહરણ) અને 375A (ગેંગરેપ) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે પાંચમો આરોપી હજુ પણ ફરાર છે. પોલીસ આ આરોપીની ધરપકડ માટે સંભવિત તમામ ઠેકાણે સતત દરોડા પાડી રહી છે.
આરોપી અને પીડિત મહિલાઓ બિઝનેસ પાર્ટનર છે
એક અહેવાલ પ્રમાણે પીડિત મહિલાઓ અને મુખ્ય આરોપી મોહમ્મદ રઝા ડાર વચ્ચે અગાઉથી જ વ્યાવસાયિક સંબંધો હતા. મહિલાઓએ પોલીસને જણાવ્યું કે તેઓ ઓક્ટોબર 2025માં સિંગાપોરમાં રઝા ડારને મળી હતી. બંને મહિલાઓ અને રઝા ડાર એક ક્રિપ્ટોકરન્સી વેન્ચરમાં બિઝનેસ પાર્ટનર હતા. આ બિઝનેસના કામ માટે રઝા ડારે મહિલાઓને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમના માટે બિઝનેસ વિઝાની વ્યવસ્થા પણ કરી હતી. આ આમંત્રણ પર બંને મહિલાઓ 29 જૂનના રોજ લાહોર પહોંચી હતી.
એક પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, લાહોર એરપોર્ટ પર ઉતર્યા બાદ રઝા ડાર અને તેના સાથીઓ તેમને રિસીવ કરવા આવ્યા હતા, પરંતુ તેઓ તેમને હોટેલ લઈ જવાને બદલે બળજબરીથી એક અજ્ઞાત ઘરમાં લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ તેમને બંધક બનાવીને તેમની સાથે ગેંગરેપ કર્યું હતું અને તેમને મુક્ત કરવાના બદલામાં મોટી ખંડણીની માંગણી કરી હતી. કોર્ટમાં રજૂઆત દરમિયાન પીડિતાઓએ રઝા ડારની ઓળખ મુખ્ય કાવતરાખોર તરીકે કરી છે.









