Nvidiaથી McDonald's સુધી... જાણો અફેરના ચક્કરમાં કેવી રીતે ખતમ થઈ છે અનેક દિગ્ગજ CEOs ની કારકિર્દી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fired for falling in love before Jensen Huang : કોર્પોરેટ જગતમાં તમે જેટલા ઊંચા હોદ્દા પર હોવ છો, તમારી જવાબદારીઓ પણ એટલી જ મોટી હોય છે. હાલમાં જ ટેક જગતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક Nvidia ના CEO જેન્સન હુઆંગના રાજીનામાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કારણ કોઈ નાણાકીય કૌભાંડ નહીં, પરંતુ પ્રેમ સંબંધ અને જાસૂસીનો ખતરનાક ખેલ છે. જો કે, ઇતિહાસ સાક્ષી છે કે કોર્પોરેટ જગતમાં ઓફિસ રોમાન્સના કારણે ટોચના પદ પરથી ફેંકાઈ જનારા જેન્સન હુઆંગ પહેલા અને એકમાત્ર દિગ્ગજ નથી.
ચાલો જાણીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના બાદશાહ ગણાતા જેન્સન હુઆંગથી લઈને McDonald's અને Nestlé જેવી દિગ્ગજ કંપનીઓના એવા CEOs વિશે, જેમના એક 'અફેર'ને કારણે આખી કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી.
1… Nvidia ના CEO જેન્સન હુઆંગ
ટેક જાયન્ટ Nvidia ના સહ-સ્થાપક અને CEO જેન્સન હુઆંગે 12 નવેમ્બર, 2026 ના રોજ પોતાના CEO પદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું પતન એક કથિત ચીની જાસૂસ સાથેના સંબંધોને કારણે થયું છે. જેન્સનનું સિંગાપોર સ્થિત કંપની મેગાસ્પીડ (Megaspeed) માં વરિષ્ઠ પદ ધરાવતી એલિસ હુઆંગ નામની મહિલા સાથે અફેર હતું. અમેરિકન સુરક્ષા એજન્સીઓને શંકા છે કે એલિસ ચીનની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલી છે અને તે ગુપ્ત માહિતી સીધી ચીનને પહોંચાડતી હતી.
આ કેસ અન્ય CEOs કરતા ઘણો અલગ અને ગંભીર છે, કારણ કે તેમાં સીધો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો જોડાયેલો છે. અમેરિકન કૉંગ્રેસના કાયદાના ઘડવૈયા આ મામલે તેમની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યા છે. એલિસ ઉપરાંત જેન્સનના અન્ય બે મહિલા કર્મચારી સાથે પણ સંબંધો હોવાનું સામે આવ્યું છે, જેમાં કંપનીના ગ્લોબલ હેલ્થકેર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ કિમબર્લી પોવેલ (Kimberly Powell) નો પણ સમાવેશ થાય છે. આ સ્કેન્ડલના કારણે કંપનીના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે.
2… એસ્ટ્રોનોમર (Astronomer) ના CEO એન્ડી બાયરન
જુલાઈ 2025 માં ટેક્નોલોજી કંપની એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયરને એક વાયરલ વીડિયોને કારણે પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. કોલ્ડપ્લે (Coldplay) કોન્સર્ટ વખતે તેઓ પોતાની જ કંપનીની એક મહિલા કર્મચારીને જાહેરમાં ગળે લગાવતા અને કિસ કરતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહિલા કંપનીની ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર ક્રિસ્ટિન કેબોટ (Kristin Cabot) હતી. બંને પરીણિત હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કંપનીમાં ભારે હોબાળો મચ્યો અને એન્ડી બાયરનને તાત્કાલિક રાજીનામું આપવાની ફરજ પડી.
3… નેસ્લે (Nestlé) ના CEO લોરેન્ટ ફ્રીક્સ
વિશ્વની સૌથી મોટી ફૂડ અને બેવરેજ કંપની નેસ્લેએ પણ પોતાના CEO લોરેન્ટ ફ્રીક્સને સપ્ટેમ્બર 2025 માં બરતરફ કર્યા હતા. કંપનીની તપાસમાં જાણવા મળ્યું કે લોરેન્ટને તેમની જ દેખરેખ હેઠળ કામ કરતી એક મહિલા કર્મચારી સાથે અફેર હતું. લોરેન્ટે આ સંબંધ છુપાવીને કંપનીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. લોરેન્ટની અન્ય એક મહિલા સાથેની છેતરપિંડી પકડાઈ જતાં તેમની જ પ્રેમિકાએ આ સમગ્ર કાંડનો ભાંડો ફોડ્યો હતો. લગભગ 40 વર્ષ સુધી કંપનીમાં કામ કરવા છતાં તેમને કોઈ પણ પ્રકારનું સેવરન્સ પેકેજ આપ્યા વિના કાઢી મૂકાયા હતા.
4… બ્રિટિશ પેટ્રોલિયમ (BP)ના CEO બર્નાર્ડ લૂની
સપ્ટેમ્બર 2023માં ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની બ્રિટિશ પેટ્રોલિયમના CEO બર્નાર્ડ લૂનીએ પણ રાજીનામું આપવું પડ્યું હતું. કંપનીની આંતરિક તપાસમાં ખુલાસો થયો હતો કે બર્નાર્ડની જ ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ સાથે અંગત સંબંધો હતા અને તેમણે આ વાત બોર્ડથી છુપાવી હતી. આ વિવાદને કારણે કંપનીની વિશ્વસનીયતા અને કોર્પોરેટ ગવર્નન્સ પર ગંભીર સવાલો ઊભા થયા હતા. પરિણામે, કંપનીએ તેમને બરતરફ કર્યા અને તેમના પગાર તથા અન્ય લાભોનો મોટો હિસ્સો પાછો ખેંચવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી હતી.
5… મેકડોનાલ્ડ્સ (McDonald's) ના CEO સ્ટીવ ઇસ્ટરબ્રુક
ફાસ્ટ-ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સે નવેમ્બર 2019માં તેના CEO સ્ટીવ ઇસ્ટરબ્રુકને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. કંપનીને તપાસમાં ખબર પડી કે સ્ટીવને એક મહિલા કર્મચારી સાથે અફેર હતું, જે કંપનીની નીતિની સ્પષ્ટ વિરુદ્ધ હતું. બાદમાં એ પણ ખૂલ્યું કે, તેમણે અન્ય કર્મચારીઓ સાથેના સંબંધો પણ છુપાવ્યા હતા. કાનૂની સમાધાન હેઠળ, સ્ટીવ ઇસ્ટરબ્રુકે પોતાના સેવરન્સ પેકેજમાંથી કરોડો રૂપિયા કંપનીને પરત કરવા પડ્યા હતા.
6… કોહલ્સ (Kohl's) ના CEO એશલી બુકાનન
અમેરિકન રિટેલ કંપની Kohl's ના CEO એશલી બુકાનનને પદ સંભાળ્યાના માત્ર 100 દિવસમાં જ કાઢી મૂકાયા હતા. અહીં માત્ર પ્રેમ સંબંધનો મુદ્દો નહોતો, પરંતુ તેમણે પોતાની પ્રેમિકાની કંપની સાથે ખોટી રીતે બિઝનેસ ડીલ કરી હતી, જે સત્તાનો ખુલ્લો દુરુપયોગ હતો.
7… નોર્ફોક સધર્ન (Norfolk Southern) ના CEO એલન શો
સપ્ટેમ્બર 2024માં રેલવે કંપની નોર્ફોક સધર્નના CEO એલન શોને પણ પોતાની જ ઓફિસમાં પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો હતો. કંપનીના ચીફ લીગલ ઓફિસર નાબાનિતા નાગ સાથેના તેમના સંબંધોનો ખુલાસો થયા બાદ બોર્ડે તેમને બરતરફ કર્યા હતા.
8… ઇન્ટેલ (Intel) ના CEO બ્રાયન ક્રઝાનિક
વર્ષ 2018માં Intel ના CEO બ્રાયન ક્રઝાનિકે કંપનીની કડક 'નોન-ફ્રેટર્નાઇઝેશન પોલિસી' (કર્મચારીઓ સાથે સંબંધ ન રાખવાની નીતિ) નો ભંગ કરવા બદલ પદ છોડવું પડ્યું હતું.
9… હ્યુલેટ-પેકાર્ડ (Hewlett-Packard) ના CEO માર્ક હર્ડ
વર્ષ 2010માં હ્યુલેટ-પેકાર્ડના દિગ્ગજ CEO માર્ક હર્ડ પર કંપનીના મહિલા કોન્ટ્રાક્ટર ‘જોડી ફિશર’ સાથેના સંબંધો છુપાવવા અને તે સંબંધોને કારણે ખોટા ખર્ચના બિલો પાસ કરાવવાના ગંભીર આરોપ લાગ્યા હતા. અંતે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
10… બોઇંગ (Boeing) ના CEO હેરી સ્ટોનસાઇફર
વર્ષ 2005માં વિખ્યાત એવિયેશન કંપની Boeing ના CEO હેરી સ્ટોનસાઇફરને મહિલા એક્ઝિક્યુટિવ ડેબ્રા પીબોડી સાથેના સંબંધો અને કંપનીની આચારસંહિતાના ભંગ બદલ ખુરશી છોડવાની ફરજ પડી હતી.
11… રોયલ બેંક ઓફ કેનેડા (RBC) ના CFO નાદીન આહ્ન
કંપનીના સર્વોચ્ચ હોદ્દા પર બેઠેલા પુરુષો જ અફેર કરી શકે, એવું નથી. આ લિસ્ટમાં એક મહિલાનું નામ પણ સામેલ છે. એપ્રિલ 2024માં રોયલ બેંક ઓફ કેનેડાના CFO (ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર) નાદીન આહ્નને પોતાના જુનિયર પુરુષ કર્મચારી કેન મેસન સાથે રોમેન્ટિક સંબંધ રાખવા અને તેમને ફાયદો કરાવવા બદલ બરતરફ કરાયા હતા.
આ તમામ ઘટના એ વાતની સાબિતી આપે છે કે, કોર્પોરેટ ગવર્નન્સ અને કંપનીના નિયમો કોઈપણ વ્યક્તિ કરતા મોટા છે, પછી ભલે તે વ્યક્તિ કંપનીનો સૌથી પાવરફૂલ CEO જ કેમ ન હોય.




