ફલાયદુબઈ પ્લેન ક્રેશ તો જુલાઈમાં કરવાનો હતો, તેલઅવીવ એરપોર્ટ, યુ.એસ. બેઝ નિશાન પર હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓમાની કો-પાયલોટ અલહમ્માનીએ તે બધું ધ્વંસ કરવા સંપૂર્ણ યોજના ઘડી હતી, પરંતુ પેસેન્જર્સ અને પેસેન્જર તરીકે રહેલા અન્ય પાયલોટસે નિષ્ફળ કરી
નવીદિલ્હી : એક રૂટિન પેસેન્જર ફલાઈટ એક ભયાવહ દુર્ઘટના બની ગઈ. તે અંગે વધુ તપાસ હાથ ધરતાં સ્પષ્ટત: જાણવા મળ્યું છે કે તે વિમાનનો ઓમાની કો-પાયલોટ હમામ અલહમ્માનીની મૂળ યોજના તો તે હતી કે, વિમાનના કેપ્ટનની હત્યા કરી, વિમાનનો કન્ટ્રોલ હાથમાં લઈ, વિમાનને તેલઅવિવનાં બેન મુરીથન એરપોર્ટ પર ક્રેશ કરી ત્યાં રહેલાં બીજાં વિમાનોનો પણ નાશ કરવો, તે ન બની શકે તો તેલઅવીવ એરપોર્ટ પાસેનાં અમેરિકી સૈન્ય મથક ઉપર પ્લેન ક્રેશ કરી તેનો નાશ કરવો. તે બંને યોજના નિષ્ફળ જાય તો છેવટે તેલ અવિવ સ્થિત કોઈ મહત્ત્વનાં બિલ્ડીંગ ઉપર તે પ્લેન ભટકાડી ૯/૧૧/૨૦૦૧ના દિને ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સનો જે રીતે નાશ કરાયો, તે રીતે તેલ-અવિવ સ્થિત કોઈ મહત્ત્વનું બિલ્ડિંગ તોડી પાડી ચારે તરફ આગ ફેલાવવી.
દુષ્ટ કો-પાયલોટની બધી જ યોજનાઓ પર પાણી ફરી વળ્યું કારણ કે વિમાનના મુખ્ય પાયલોટ સ્મિત મચ્છરે અલ હમ્માનીનો જાનની બાજી લગાવી સામનો કર્યો. તેણે કેબિનનું બારણું ખોલતાં તે વિમાનમાં મુસાફર તરીકે સાદા ડ્રેસમાં રહેલા બે પાયલોટ સહિત પેસેજર્સે અલ હમ્માનીને જબ્બે કર્યો. જોર્ડન ઉપર વિમાન એકાએક ઊંચાઈ પણ ગુમાવવા લાગ્યું હતું. પરંતુ તે બંને પાયલોટસે કમાન્ડ સંભાળી વિમાનને ફરી યોગ્ય ઊંચાઈએ લઈ ગયા.
આ હમામ અલહમ્માનીની કારકિર્દી પણ ભાતિગળ છે.
વાસ્તવમાં અલ હમ્મામી જુલાઈમાં જ આવું કાવતરું કરવા માગતો હતો. પરંતુ ક્રૂ મેમ્બર પૈકી એક મહિલા મેમ્બર સાથે તેની મિત્રતા ગાઢ બનતી ગઈ. તેથી તે જુલાઈમાં આ કાવતરું અમલી કરી શક્યો નહીં.
ઈટાલી ન્યૂઝ પેપર કોરિરે ડેલ્લા સેરા જણાવે છે કે કેબિનમાં થયેલી મારામારીને લીધે વિમાન ઝડપભેર ઊંચાઈ ગુમાવતું રહ્યું હતું. પરંતુ પેસેન્જર્સ તરીકે જ પ્રવાસ કરી રહેલા બે પાયલોટસે તુર્ત જ કન્ટ્રોલ સંભાળી લઈ વિમાન યોગ્ય ઊંચાઈએ લઈ ગયા હતા. આ વર્તમાન પત્ર વધુ માહિતી આપતાં જણાવે છે કે ઓસ્ટ્રેલિયા સ્થિત કાઉન્ટર ટેરરિઝમ દળના જ અધિકારીઓએ જણાવ્યું હતું કે હમામ અલ હમ્મામી મેલબોર્નની એન્જિનિરીંગ કોલેજમાં ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી ભણ્યો હતો. ત્યાર પછી કોમર્શિયલ એરલાઇનમાં કો-પાયલોટ તરીકે જોડાયો હતો. પરંતુ આટલું ભણ્યો હોવા છતાં તેના મગજમાંથી કટ્ટરવાદ ગયો ન હતો, પરિણામે તે કોઈ ગજબનાક ઘટનાની રાહ જ જોતો હતો. જે તક તેને મળી પણ ગઈ પરંતુ પાયલોટ મચ્છરની સમય સુચકતા અને ઝિંદાદિલીએ તેના તથા અન્ય ૨ ક્રૂ મેમ્બર્સ અને ૧૭૦ પેસેન્જર્સ સહિત કુલ ૧૭૪ જાન બચી ગયા હતા. અલ હમ્મામીની ધરપકડ તો થઈ હતી. તેને કદાચ મોતની સજા થાય તે માટે તેણે કહ્યું હું મૃત્યુથી ડરતો નથી. મેં જે કૈ કર્યું છે તે યોગ્ય જ કર્યું છે.




